પર્વોની વણઝાર : આજે બોળ ચોથ અને નાગપંચમીથી પારણા નવમી સુધી સળંગ તહેવાર ઉજવાશે

પર્વોની વણઝાર : આજે બોળ ચોથ અને નાગપંચમીથી પારણા નવમી સુધી સળંગ તહેવાર ઉજવાશે

આજે નાગ પંચમીનુ પર્વ ! નાગદેવતાનું વિશેષ પૂજન અર્ચન થશે

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તહેવારો અને વ્રતોની પણ મૌસમ જામી છે જેમાં શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પર્વની સૌથી વધુ મહત્વ રહેલું છે. દિવાળી ના પર્વો ની જેમ સળંગ પાંચ તહેવારો એક સાથે આવતા લોકોમાં પણ નો અનેરો માહોલ સાથે અદમ્ય ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે  આજે નાગપંચમીના તહેવારોની સાથે જન્માષ્ટમીના તહેવારો ની શરૂઆત થઇ રહી છે. જોકે આ વર્ષના તહેવારો વચ્ચે તિથિની ઘટ હોવાના કારણે એક સાથે બે તહેવારો ઉજવાશે. જેમાં આજે બોળચોથ અને નાગપંચમી રહેલી છે

આ ઉપરાંત શુક્રવારે રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિવસ અને શીતળા સાતમ મનાવવામાં આવશે અને ત્યારબાદ શનિવારના રોજ જન્માષ્ટમીનું પર્વ ઉજવાશે જેના કારણે   ઓફિસો માં મિનિ વેકેશન જેવો માહોલ જામશે અને લોકો ઉત્સાહભેર જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરશે ત્યારે આજે બુધવાર ના નાગપંચમીના પર્વ એ જિલ્લાભરમાં આવેલા વિવિધ નાગદેવતાઓના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન થશે. સાથે અનેક ઘરોમાં ઘરના પાણીયારે દીવો કરી બાજરી કુલર અને નારિયેળ ધરવામાં આવ્યું હોય છે. આ પ્રસંગે લોકો એકટાણું પણ કરતા હોય છે. ડીસા તાલુકાના વડાવળ ગામમાં પણ ગોગા મહારાજના મંદિરે યજ્ઞ સહિત ગોગા મહારાજની ધ્વજારોહણ સહિતના ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *