૧૫ ઓગસ્‍ટથી ફાસ્‍ટ ટેગ બમ્‍પર ઓફર આપશે : વાર્ષિક પાસ શરૂ કરાશે

૧૫ ઓગસ્‍ટથી ફાસ્‍ટ ટેગ બમ્‍પર ઓફર આપશે : વાર્ષિક પાસ શરૂ કરાશે

વાહન ચાલકોની મુસાફરી વધુ સુવિધાજનક બનશે : ગ્રાહકો એક વખતની ૩,૦૦૦ રૂપિયાની ચુકવણી સાથે એક વર્ષ સુધી અથવા ૨૦૦ ટોલ ક્રોસિંગ સુધી મુસાફરી કરી શકશે

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (એનએચએ આઈ)  દ્વારા ૧૫ ઓગસ્‍ટ સ્‍વતંત્રતા દિવસથી ફાસ્‍ટ ટેગ એન્‍યુઅલ પાસ શરૂ કરવામાં આવી રહ્યો છે, જે હાઈવે પર મુસાફરીને વધુ સરળ અને સસ્‍તી બનાવશે. આ નવો પાસ ખાસ કરીને નિયમિત મુસાફરી કરનારા ખાનગી વાહન ચાલકો માટે બનાવવામાં આવ્‍યો છે.આ પાસ હેઠળ, ગ્રાહકો એક વખતની ૩,૦૦૦ રૂપિયાની ચુકવણી સાથે એક વર્ષ સુધી અથવા ૨૦૦ ટોલ ક્રોસિગ સુધી મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી ટોલ પ્‍લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડવા અને મુસાફરીને વધુ અનુકૂળ બનાવવાનો પ્રયાસ છે.એનએચએઆઈએ આ વર્ષે જૂનમાં ફાસ્‍ટ ટેગ એન્‍યુઅલ પાસની જાહેરાત કરી હતી, ખાનગી કાર, જીપ અને વેન જેવા બિન-વ્‍યાપારી વાહનો માટે પ્રીપેડ ટોલ પ્‍લાન છે.

કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્‍યું કે આ પાસ ૬૦ કિલોમીટરની રેન્‍જમાં આવેલા ટોલ પ્‍લાઝાની સમસ્‍યાઓનું સમાધાન કરશે અને એક જ ચુકવણી દ્વારા ટોલ ચૂકવણીને સરળ બનાવશે.આ પાસને ફાસ્‍ટ ટેગ સાથે લિક કરી શકાય છે, જે વાહનના નોંધણી નંબર સાથે જોડાયેલ હોવો જોઈએ. આ યોજના નેશનલ હાઈવે અને એક્‍સપ્રેસવે જેમ કે દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસવે, મુંબઈ-નાસિક, મુંબઈ-સુરત અને મુંબઈ-રત્‍નાગિરી માર્ગો પર લાગુ થશે.ફાસ્‍ટ ટેગ એન્‍યુઅલ પાસ ખરીદવા માટે ગ્રાહકોએ રાજમાર્ગ યાત્રા એપ અથવા એનએચએઆઈ/એમઓઆરટી એચ  વેબસાઇટ પર જવું પડશે. ત્‍યાં વાહન નંબર અને ફાસ્‍ટ ટેગ આઈડી જેવી વિગતો દાખલ કરીને લોગઇન કરવું પડશે. ફાસ્‍ટ ટેગ  સક્રિય, યોગ્‍ય રીતે સ્‍થાપિત અને વાહન સાથે લિક હોવું જરૂરી છે. આ પછી, યુપીઆઈ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્‍કિંગ દ્વારા ૩,૦૦૦ રૂપિયાની ચુકવણી કરવી પડશે. ચુકવણી પછી પાસ તમારા હાલના ફાસ્‍ટ ટેગ સાથે જોડાઈ જશે, અને ૧૫ ઓગસ્‍ટે એક લ્‍પ્‍લ્‍ દ્વારા સક્રિયકરણની પુષ્ટિ મળશે. આ પાસ રોજિદા મુસાફરો માટે વારંવાર રિચાર્જની જરૂરિયાત ઘટાડશે.

૧૫ ઓગસ્‍ટથી, એનએચએઆઈ અથવા એમઓઆરટીએચ હેઠળનાફાસ્‍ટ ટેગ -સક્ષમ ટોલ પ્‍લાઝા પરથી પસાર થતી દરેક વખતે એક ટ્રીપ બાદ કરવામાં આવશે. ૨૦૦ ટ્રીપ્‍સની મર્યાદા અથવા એક વર્ષ પૂર્ણ થયા પછી, સિસ્‍ટમ આપોઆપ નિયમિત પે-પર-યુઝ ફાસ્‍ટ ટેગ પર સ્‍વિચ થઈ જશે. આ પાસ ફક્‍ત ખાનગી વાહનો માટે માન્‍ય છે અને વ્‍યાપારી વાહનો માટે લાગુ નથી. તે બદલી શકાતો નથી, રિફંડેબલ નથી અને ફક્‍ત નોંધાયેલા વાહન સાથે જ કામ કરે છે.આ યોજના ફક્‍ત રાષ્ટ્રીય રાજમાર્ગો અને એક્‍સપ્રેસવે પર જ લાગુ થશે, જ્‍યારે રાજ્‍યના રાજમાર્ગો અથવા મ્‍યુનિસિપલ ટોલ રોડ પર નિયમિત ફાસ્‍ટ ટેગ ચાર્જ લાગશે. આ પાસમાં ઓટો-રિન્‍યૂઅલનો વિકલ્‍પ નથી, તેથી સમાપ્તિ પછી ફરીથી અરજી કરવી પડશે.

ફાસ્‍ટ ટેગ એન્‍યુઅલ પાસ ટોલ પ્‍લાઝા પર ભીડ અને વિવાદો ઘટાડીને મુસાફરીને ઝડપી અને સરળ બનાવશે. આ યોજના ખાસ કરીને દૈનિક મુસાફરો માટે ફાયદાકારક છે, કારણ કે તે વારંવાર રિચાર્જની ઝંઝટ ઘટાડે છે.જોકે, આ પાસ રાજ્‍ય દ્વારા સંચાલિત રાજમાર્ગો જેમ કે મુંબઈ-પુણે એક્‍સપ્રેસવે, મુંબઈ-નાગપુર એક્‍સપ્રેસવે (સમૃદ્ધિ મહામાર્ગ), અટલ સેતુ, આગ્રા-લખનૌ એક્‍સપ્રેસવે, બેંગલુરુ-મૈસૂર એક્‍સપ્રેસવે અને અમદાવાદ-વડોદરા એક્‍સપ્રેસવે પર લાગુ નહીં થાય, જ્‍યાં નિયમિત ફાસ્‍ટ ટેગ ચાર્જ લાગશે. આ યોજના દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો પર મુસાફરી કરનારાઓ માટે એક નવી સુવિધા લાવશે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *