કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરીને ગુરુવારે મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન – ‘ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP)નું ઉદ્ઘાટન કરશે. અગાઉ, ગૃહમંત્રીએ ગયા વર્ષે 22 જૂન 2024ના રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ના ટર્મિનલ-3 પરથી ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન-‘ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ શરૂ કર્યો હતોવડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ‘ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ એ ‘વિકસિત ભારત’@2047 વિઝન હેઠળ એક મહત્વપૂર્ણ પહેલ છે. તેનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને વિશ્વ કક્ષાની ઈમિગ્રેશન સુવિધાઓ પૂરી પાડીને આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. શરૂઆતમાં આ સુવિધા ભારતીય નાગરિકો અને OCI કાર્ડધારકો માટે મફતમાં શરૂ કરવામાં આવી છે.
ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરો
FTI-TTP ઓનલાઈન પોર્ટલ https://ftittp.mha.gov.in દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં નોંધણી કરવા માટે, અરજદારોએ તેમની વિગતો ભરીને અને પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઑનલાઇન નોંધણી પૂર્ણ કરવી પડશે. રજિસ્ટર્ડ અરજદારોનો બાયોમેટ્રિક ડેટા કાં તો ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO) પર અથવા એરપોર્ટ પરથી પસાર થતી વખતે લેવામાં આવશે.