જુનાડીસાના જનક ફીડરના ખેડૂતોને રાત્રે વિજ પુરવઠો અપાતા રોષ

જુનાડીસાના જનક ફીડરના ખેડૂતોને રાત્રે વિજ પુરવઠો અપાતા રોષ

ખેડૂતોને દિવસના શેડ્યુલમાં થ્રિ ફેજ વીજ પુરવઠો આપવાની માંગ

રાજ્ય સરકાર ખેડૂતોને પડતી હાલાકી નિવારવા કટિબદ્ધ છે.તેથી રાત્રીના સમયે ખેતી વિષયક અપાતો થ્રિ ફેજ વીજ પુરવઠો હવે દિવસે બે પાળીમાં અપાશે તેવું જાણવા મળી રહ્યું છે.પણ આ બાબતે હજુ સુધી અમલીકરણ થયેલ ન હોવાથી વીજ કંપની દ્વારા રાત્રીની શેડ્યુલમાં જ વીજ પુરવઠો અપાઈ રહ્યો છે.જેથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં જુનાડીસાના ખેડૂતોની વાત કરીએ તો જનક ફીડરમાં આવતા ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે ૮.૩૦ થી ૪.૩૦ ના શેડ્યુલ મુજબ વીજ પુરવઠો આપતા ખેડૂતો હાલાકીમાં મુકાયેલ છે. ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સરકાર દ્વારા ૮ કલાક વીજળી આપવામાં આવે છે.

જેમાં રાત્રીના ૮. ૩૦ થી ૪.૩૦ સુધીનો વીજ પુરવઠો છેલ્લા કેટલાક સમયથી જનક ફીડરના ખેડૂતોને અપાય છે.જ્યારે અમુક સ્થળોએ સવારના ૪.૩૦ થી બપોરે.૧૨.૩૦ સુધી અને બપોરે ૧૨.૩૦ થી મોડી સાંજના ૮.૩૦ સુધીના શેડ્યુલ મુજબ  વીજ પુરવઠો અપાઇ રહ્યો છે. ત્યારે જનક ફીડરના ખેડુતોને માત્ર રાત્રીના સમયે જ વીજ પુરવઠો મળતો હોઇ ખેડૂતો ઠંડીની સીઝનમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.જેને લઈ ખેડૂત આલમમાં અવનવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

subscriber

Related Articles