થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે માટે સંપાદક થયેલ જમીનનું યોગ્ય વળતરની કરી ખેડૂતોએ માંગ: થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં જમીન સંપાદનના મુદ્દે આજે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે તેમની સંપાદિત થનારી જમીનનું વળતર 2022ની જૂની જંત્રીના બદલે 2025માં અમલમાં આવનાર નવી જંત્રીના ભાવ મુજબ ચૂકવવામાં આવે.
થરાદથી 5 કિલોમીટરના વિસ્તારમાં આવેલી આ જમીનો ખેતી અને બિનખેતીની છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં જમીનના બજાર ભાવ ઘણા ઊંચા છે, જેને ધ્યાનમાં રાખીને વળતર નક્કી થવું જોઈએ. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડ્યે આમરણાંત ઉપવાસ પર ઉતરશે.થરાદના વજેગઢ,નાની પાવડ,મોટીપાવડ મલુપુર સહિતના પાંચ ગામનાં ખેડૂતોએ થરાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.