હાલ તબક્કે હવામાન વિભાગ દ્વારા અપાયેલી વાવાઝોડા ને વરસાદની આગાહીના પગલે દાંતા તાલુકા પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અનિયમિત વરસાદ ને અવારનવાર વાવાઝોડાના કારણે ખેડૂતો હવે પૂરતો પાક લઇ શકતા નથી દાંતા તાલુકા પંથકમાં આ વખતે ઉનાળામાં મહત્તમ બાજરી,ડાંગર,મકાઈ અને મગફળીનો પાક લેતા હોય છે. ત્યારે હમણાં થોડા દિવસો અગાઉ દાંતા તાલુકામાં કરાના વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું તેના પગલે બાજરી નો 50% જેટલો પાક જમીન પર આડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે.
ત્યારે મહત્તમ દેશી કેરીના પાકને પણ મોટું નુકશાન થયું છે. ત્યારે હાલમાં 50% જેટલો બાજરીનો પાક ઉભો છે ત્યારે ફરીએક વાર વરસાદ અને વાવાઝોડાની આગાહી અપાતા ખેડૂત ભારે મુંજવણમાં મુકાયું છે ને હવે ફરી જો કમોસમી વરસાદ ને વાવાઝોડું આવે તો 50 %જેટલો ઉભેલો પાક પણ બગડી જાય તેવી ભીતિ સેવી રહ્યા છે. જયારે મકાઈના પાકને પણ મોટી નુકશાની આ પંથકમાં થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે જે રીતે પાકને અગાઉ નુકશાની થઇ છે સરકારે તેનો સર્વે કરાવો જોઈએ જેથી વધુ નુકશાન થાય તો ખેડૂતો સરકારની સહાય મળે તે માટેની મીટ માંડી છે.