સરહદી વાવ અને સુઇગામ પંથક ના ખેડૂતો એ આ વિસ્તારમાં એક હજાર થી વધુ હેકટર જમીન માં અજમો રજકો વરિયાળી એરેડા જેવા વિવિધ પાકનું વાવેતર મોંઘા ડાટ બિયારણ ખાતર તેમજ જંતુ નાશક દવાઓ લાવી ને કર્યું હતું. માર્ચના અંતમાં શિયાળુ આ પાક ને હજુ એક પાણીની જરૂર હતી. તે પહેલાં જ ગતરોજ 16 માર્ચ થી નર્મદા વિભાગે કેનાલો માં પાણી બંધ કરી દેતાં સરહદી પંથક નો ખેડૂતો ભારે ચિંતિત બની ગયો છે. એક તરફ વ્યાજે નાણા લાવી પાક નું વાવેતર કર્યું છે..ત્યારે રાજ્ય સરકારે નર્મદાનું પાણી આખરી સમયે બંધ કરી દેતાં ખેડૂતમાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
હજારો હેકટર જમીન માં ઉભેલો પાક પાણીના અભાવે મુરઝાઈ જશે. વધુ માં કાળ ઝાળ ગરમી માં પાણીના અભાવે ખેતરમાં વાઢીયો બનાવી રહેતા ખેડૂતો અને પશુ ઓ માટે પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થશે. આ બાબતે ખેડૂત અગ્રણી અને વાવ તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ કિરણસિંહ રાજપુતે 15 એપ્રિલ સુધી કેનાલો માં પાણી ચાલુ રાખવા ફરી પાછી માંગ કરી છે. જો નર્મદા વિભાગ મારફત પાણી નહિ અપાય તો સરહદી પંથક માં હજારો હેકટર જમીન માં ઉભેલો કરોડો રૂપિયા ના પાકનો સોથ બોલી જશે ઉનાળા માં અબોલ જીવો માટે પાણી ની વિકટ પરિસ્થિતિ સર્જાશે.. જો કે 16 માર્ચ થી કેનાલો માં પાણી બંધ થઈ જતાં સરહદી પંથક માં ભારે હલાબોલ જોવા મળ્યો છે. ખેડૂતો ના ટોળે ટોળા નર્મદા વિભાગ ની કચેરી એ પહોંચી પાણી ચાલુ રાખવાની માંગ કરી રહયાં છે. જો એક સપ્તાહ પછી પાણી ચાલુ થાય તો પાક ને નુકસાન થઈ શકે છે.