મહેસાણા તાલુકામાં આવેલા અનેક ગામોમાં રાત્રી દરમિયાન કેબલ ચોરોનો ત્રાસ વધતાં ખેડૂતો ઉજાગરા કરવા મજબુર બન્યા છે. સમગ્ર પંથકમાં કેબલચોર બેફામ બની કેબલ ચોરીને અંજામ આપી રહ્યાં છે તેવામાં તાજેતરમાં જ મહેસાણા તાલુકાના વીરતા ગામે બોરના કેબલની ચોરીનો બનાવ બનવા પામ્યો છે. મહેસાણા તાલુકાના વીરતા ગામે આ અગાઉ પણ અનેકવાર જુદા જુદા બોર પરથી કેબલ ચોરી થવાની ઘટનાઓ બની છે, કેબલ ચોરીની તાજી ઘટના વીરતા ગામના ખેડૂત પસાભાઈ વિરાભાઈના ખેતરમાં બનેલ છે. ત્યારે પોલીસતંત્રનો કોઈ ડર ના રહ્યો એમ પડકાર ફેંકતા હોય તેમ મહેસાણા પથકમાં કેબલ ચોર ગેંગ બેખોફ અને બેફામ બની ખેડૂતોના બોર પરથી કેબલ ચોરી કરી રહ્યાં છે. મહેસાણા તાલુકાના વીરતા ગામે અનેક ખેતરોમાં અવારનવાર કેબલ ચોરીની ઘટનાઓ બનેલ છે જેમાં વીરતા ગામના દસ જેટલા બોર પર કૅબલ ચૉરી થઈ હતી. જેના લીધે કેબલ ચોરોના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જગતનો તાત ખેડૂત જે અત્યારે વારંવાર બનતી કેબલચોરીની ઘટનાને લઈ રાતના ઉજાગરા કરવા મજબુર બન્યો છે. કે કેબલ ચોરોના વધતાં જતાં ત્રાસ સામે ઘોર નિંદ્રામાં ઊંઘતી પોલીસને પણ ખેડૂતોની અસહ્ય વેદના નથી દેખાતી.ખેડૂતોને કેબલ ચોરીમાંથી મુક્તિ અપાવવા હવે તો મહેસાણા જિલ્લાની પોલીસ કેબલ ચોરોને પકડીને તેમનો વરઘોડો કાઢે તો આ કેબલ ચોર ગેંગમાં કાયદાનો ડર જાગે તેવી માંગ ધરતીના તાત કરી રહ્યા છે.

- April 5, 2025
0
192
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next