લાખણી-થરાદ વૃક્ષોનું નિકંદન; વિકાસના નામે લીલાછમ વૃક્ષોના વિનાશથી ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

લાખણી-થરાદ વૃક્ષોનું નિકંદન; વિકાસના નામે લીલાછમ વૃક્ષોના વિનાશથી ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

સોલાર પાવર પ્લાન્ટ માટે વૃક્ષો કાપી પ્લેટો લગાવાતા ગરમી વધશે : વરસાદ ઘટશે, બનાસકાંઠા જિલ્લાનાં લાખણી અને થરાદ તાલુકાના ગામડાઓમાં પિયત વિસ્તારોમાં લાખો લીલા વૃક્ષોનું નિકંદન કાઢી સોલાર પાવર પ્લાન્ટ નાખવાથી આવનારા સમયમાં ગરમીનો પારો હાઈલેવલ થવાની સંભાવના સેવાઈ રહી છે. એટલું જ નહી, વૃક્ષોની સંખ્યા ઘટવાથી વરસાદ ઓછો થવાની શક્યતા દેખાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કુડા, વાસણ, જસરા અને લાલપુર તેમજ થરાદ તાલુકાના મોરિલા, જેતડા સહિત અનેક ગામોમાં ખેડૂતોએ પોતાની માલિકીની જમીન સૌલાર કંપનીઓને આપી દેતા સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા ખેતરોમાં ઉભેલા મોટા-મોટા વટવૃક્ષોને કાપવાની જરૂર પડતાં હજારો નહી પણ લાખો વૃક્ષોનું નિકંદન નિકાળી દેવામાં આવી રહ્યું છે. જેની સીધી પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર અસર જોવા મળશે. જેમાં ગ્લોબલ વોર્મીંગની સમસ્યા વધુ વકરવાની શક્યતા દેખાઈ રહી છે. આમ આવનારા સમયમાં ગરમીનો પારો વધી જવાની શક્યતાથી જનજીવન ઉપર તેની માઠી અસર થશે એમાં નવાઈ નથી. તો બીજીબાજુ વૃક્ષોની સંખ્યા ઘટવાથી વરસાદ પણ ઓછો પડવાથી પાણીની સમસ્યા વધવાની શક્યતાઓ છે.

તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે સરકાર અને સેવાભાવી સંસ્થાઓ તેમજ પ્રકૃતિ પ્રેમી લોકો દ્વારા આવનારા સમયમાં ગ્લોબલ વોમિંગ અને પાણીની સમસ્યાને પહોંચી વળવા વૃક્ષો ઉછેરવા ઉપર ખુબ જ ભાર મુકાઈ રહ્યો છે. બીજીબાજુ, વિકાસના નામે લાખો વૃક્ષો કપાઈ રહ્યા છે જે ગંભીર બાબત કહી શકાય. જેને લઈ ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી છવાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *