બનાસકાંઠામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જિલ્લાના ખેડૂત આગેવાનોની ધરપકડ

બનાસકાંઠામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જિલ્લાના ખેડૂત આગેવાનોની ધરપકડ

ખેડૂતોના હિતમાં રજુઆત કરે તે પહેલાં નજરકેદ કરાયા; બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક સુઇગામથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે પ્રજાને કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ ધરે તે પૂર્વે જ ખેડૂતોના હિતમાં રજુઆત કરે તે પહેલાં પોલીસ દ્વારા લાખણી, ધાનેરા, પાલનપુર, વાવ, થરાદ, દાંતા, વડગામ અને દિયોદરના ખેડૂત આગેવાનોની ધરપકડ કરી નજરકેદ કરાયા હતા.

આ બાબતે જસાલી ગામના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,અમો પ્રજાના હિતના કાર્યક્રમમાં ખેડૂતોના હીતની રજૂઆતો એટલે કે બનાસકાંઠામાંથી પસાર થતા ગાંધીનગર સુધીના ભારત માલા રોડના જમીન સંપાદનમાં ખેડૂતોને વળતરમાં કરાયેલ હળાહળ અન્યાય બાબતે રજુઆત કરીએ તે પહેલાં રાજ્ય સરકારે પોલીસને આગળ કરી અમારી ધરપકડ કરાવી છે. પણ જમીન સંપાદનમાં ખેડૂતોને મીટર દીઠ માત્ર રૂ.20 અને જે ઉદ્યોગપતિઓ અને નેતાઓએ જમીન એન.એ.કરાવી છે તેમને મીટર દીઠ રૂ.443 ચૂકવાય છે. તેનો વિરોધ કરીએ છીએ.તેમ છતાં ખેડૂતોના હિતની રજૂઆતો છતાં સરકાર અમારી ધરપકડ કરાવી ખેડૂત આગેવાનોને દબાવાનો પ્રયાસ કરે છે.અમો ભારત માલા રોડમાં 2025ની જંત્રી પ્રમાણે ખેડૂતોને સરકાર યોગ્ય ચૂકવણુ કરે તેના અનુસંધાને રજૂઆત કરવાના હતા એવા સમયે પોલીસને આગળ કરીને અમારી ધરપકડ કરવામાં આવી છે.અમો ખેડૂતોને અટકાયત કરીને આજની સરકાર શું સાબિત કરવા માંગે છે? એ સમજાતું નથી.પણ આગામી સમયમાં સરકારને ભોગવવું પડશે અને અમે યોગ્ય વળતર મેળવીને જ જંપીશું તેવો પુનરોચ્ચાર કર્યો હતો. જો કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ખેડૂત આગેવાનોને છોડી મુકવામાં આવ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *