પ્રખ્યાત રેતી કલાકાર વડાપ્રધાન મોદીને ૧૧ વર્ષના શાસન બદલ ‘વિકસિત ભારત’ થીમ પર ભવ્ય રેતી શિલ્પ બનાવ્યું

પ્રખ્યાત રેતી કલાકાર વડાપ્રધાન મોદીને ૧૧ વર્ષના શાસન બદલ ‘વિકસિત ભારત’ થીમ પર ભવ્ય રેતી શિલ્પ બનાવ્યું

પદ્મ પુરસ્કાર વિજેતા પટનાયકે ૫ ટન રેતીનો ઉપયોગ કરીને ૬ ફૂટ ઊંચું શિલ્પ બનાવ્યું : PMના નેતૃત્વ હેઠળ ભારતની પ્રગતિ, ડિજિટલ ક્રાંતિ અને વૈશ્વિક રાજદ્વારી સફળતાઓને બિરદાવી

પ્રખ્યાત રેતી કલાકાર અને પદ્મ પુરસ્કાર વિજેતા સુદર્શન પટનાયકે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ૧૧ વર્ષના નેતૃત્વ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઓડિશાના પૂરી બીચ પર “૧૧ યર્સ ઓફ મોદી એરા: અ જન સેવકસ જર્ની ટુ બિલ્ડ વિકસિત ભારત” (મોદી યુગના ૧૧ વર્ષ: વિકસિત ભારત નિર્માણ માટે એક જન સેવકની યાત્રા) સંદેશ સાથે એક ભવ્ય રેતી શિલ્પ બનાવ્યું હતું.પટનાયકે વડાપ્રધાન મોદીને અભિનંદન આપવા માટે આ છ ફૂટ ઊંચું રેતી શિલ્પ બનાવવા માટે લગભગ પાંચ ટન રેતીનો ઉપયોગ કર્યો હતો. તેમની રેતી કલા સંસ્થાના વિદ્યાર્થીઓએ પણ તેમને આ શિલ્પ બનાવવામાં મદદ કરી હતી.

તેમણે એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું, “અમારા માનનીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદીજીને ૧૧ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન. સર, આપે તમારા નેતૃત્વ અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી ઇતિહાસ રચ્યો છે. વિકસિત ભારતના આપના વિઝનથી અમે સૌ પ્રેરિત છીએ. આ સીમાચિહ્નને સમર્પિત મારી પૂરી બીચ, ઓડિશાની રેતી કલા શેર કરી રહ્યો છું.”પટનાયકે વધુમાં જણાવ્યું કે, “આ સંદેશ માત્ર રેતીમાં બનેલું શિલ્પ નથી, પરંતુ પ્રગતિનું પ્રતીક અને વિકસિત ભારતના એક વહેંચાયેલા સ્વપ્નનું પ્રતીક છે. છેલ્લા દાયકામાં, તેમના ગતિશીલ માર્ગદર્શન હેઠળ, ભારતે વિકાસ અને નવસર્જનના ઐતિહાસિક યુગનો સાક્ષી બન્યો છે – જેમાં વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ અને ક્રાંતિકારી ડિજિટલ પરિવર્તનથી લઈને બોલ્ડ આર્થિક સુધારાઓ, પાયાના સ્તરે સશક્તિકરણ અને વૈશ્વિક રાજદ્વારી સફળતાઓનો સમાવેશ થાય છે.

“પટનાયકે ઉમેર્યું, “દેશભરના લોકોએ વડાપ્રધાનને તેમની ૧૧ વર્ષની યાત્રા બદલ અભિનંદન પાઠવ્યા છે. અમે અમારા વડાપ્રધાનના અથાગ નેતૃત્વ, અતૂટ પ્રતિબદ્ધતા અને પરિવર્તનકારી દ્રષ્ટિ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેણે આપણા રાષ્ટ્રના ભાગ્યને બદલી નાખ્યું છે.”નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશભરમાં પ્રચંડ લોકપ્રિયતાના જોરે ૨૦૧૪માં ભારતમાં ૩૦ વર્ષના ગઠબંધન રાજકારણના યુગનો અંત લાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં તેમની સરકાર દ્વારા છેલ્લા ૧૧ વર્ષમાં ગરીબીમાંથી લોકોને બહાર લાવવા અને સશક્તિકરણ, માળખાગત સુવિધાઓ, સમાવેશકતા તેમજ મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લીધેલા વિવિધ ક્રાંતિકારી પગલાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. PM મોદીને ઓક્ટોબર ૨૦૦૧ થી મે ૨૦૧૪ સુધી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બનવાનું પણ ગૌરવ પ્રાપ્ત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *