વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના નામાંકિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાંસદ માઈકલ વોલ્ટ્ઝ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી અને વર્તમાન વૈશ્વિક મુદ્દાઓ પર તેમની સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. જયશંકર 24 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. ભારત સરકાર અને આવનારા ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચે આ પ્રથમ સર્વોચ્ચ સ્તરની વ્યક્તિગત બેઠક હતી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “વૉલ્ટ્ઝને મળીને ઘણો આનંદ થયો. તેમની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.’ વોલ્ટ્ઝ (50) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જેક સુલિવાનનું સ્થાન લેશે.
- December 28, 2024
0
56
Less than a minute
You can share this post!
editor