તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફરી એકવાર ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. રવિવારે સવારે અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. સવારે થયેલા આ વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટે ગોટા થઈ ગયા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલમાં આ અકસ્માત બાદ કેટલા લોકો પ્રભાવિત થયા છે તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
થોડા દિવસો પહેલા તમિલનાડુના શિવકાશી જિલ્લામાં પણ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો હતો. અહીં શિવકાશીમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા પાંચ કામદારોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો. તે જ સમયે આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

