પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં સામૂહિક ચોરીની ઘટના બાદ યુનિવર્સિટીએ કોલેજનું પરીક્ષા કેન્દ્ર સ્થગિત કરવાની કાર્યવાહી કરતાં બુધવારે પાટણ એન.એસ.યુ.આઈ.યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને અભિનંદન પાઠવવા યુનિવર્સિટી પહોંચ્યા હતા પરંતુ યુનિવર્સિટી ખાતે કુલપતિ કે કુલસચિવ હાજર ન હોય વિધાર્થી સંગઠને નારાજગી વ્યકત કરી. ઘટના સમયે યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ કે કુલસચિવની ગેરહાજરી ન હોવી તેને દુઃખદ બાબત ગણાવી હતી.
ત્યારબાદ વિધાર્થી સંગઠને યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.પુનઃ મૂલ્યાંકનની ગેરરીતિમાં સી.આઈ.ડી. ના રિપોર્ટ બાદ પણ કુલ સચિવ દ્વારા જે.જે.વોરાનું નામ ફરિયાદમાં નહી નોંધાવવાની બાબતે સુત્રોચ્ચાર કરી યુનિવર્સિટીનો વહીવટ તટસ્થ રીતે નહી ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા. યુનિવર્સિટીમા વારંવાર બનતી આવી ધટનાને પગલે યુનિવર્સિટી સતાધીશો ઉત્તર ગુજરાતના બે લાખ દસ હજાર વિધાર્થીઓનું ભાવી વિચારે નહી કે ભાજપ સાથે જોડાયેલા સંગઠનોના લોકોને સાચવવાનું તેવા વૈધક પ્રશ્નો કરી ઉત્તર ગુજરાતના વાલી અને વિધાર્થી પોતાના ભવિષ્ય માટે જાગે તેવી અપીલ કરી. વિધાર્થી સંગઠન એન .એસ.યુ.આઈ યુનિવર્સિટીના સારા કામને અભિનંદન આપશે તો ખોટા કામ સાથે અવાજ પણ ઉઠાવશે તે બાબત યુનિવર્સિટી તંત્ર ધ્યાને લે તેવી ચિમકી ઉચ્ચારી તેઓનો ધ્યેય ફકત રાષ્ટ્ર હિતની વાતો કરવાનું નથી પણ રાષ્ટ્ર હિતને જમીન ઉપર પુરવાર કરવાનો હુકાર કરી યુનિવર્સિટીમા કુલપતિ, રજિસ્ટર કે આસી.રજિસ્ટરની ગેરહાજરીને લીધે યુનિવર્સિટી રામભરોસે ચાલતી હોય તેવો અહેસાસ વ્યકત કર્યો હતો.

