નવેમ્બર 2024 થી શરૂ થયેલ ગણતરી ફેબ્રુઆરી 2025 પૂર્ણ થશે: દેશમાં દર પાંચ વર્ષે પશુ ધન વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી 20 મી પશુ વસ્તી ગણતરી વર્ષ 2019 માં કરવામાં આવી હતી. જેના પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી સમગ્ર દેશમાં 21મી પશુ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ દેશ અને રાજ્યની સાથે સાથે પશુધન વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે.
નવેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 ચાર માસ દરમિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પશુ વસ્તી ગણતરી હાથ ધરવાનું નિયત કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભારત સરકારે બનાવેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પશુપાલકના દ્વારે જઈ પશુધન વસ્તી ગણતરીની કામગીરીની શરૂઆત કરી છે. જેમાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરોમાં ઘર દીઠ પશુઓની ગણતરી કરવામાં આવે છે આ પશુધનની વસ્તી ગણતરીમાં 16 જેટલી જાતના પશુઓની ગણતરી થશે જેમાં ગાય વર્ગમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી નો સમાવેશ છે અભ્યાસ વર્ગમાં મહેસાણી જાફરાબાદી, બન્ની,સુરતીનો સમાવેશ છે. આ ઉપરાંત ઘેટા, બકરા,ઘોડા,ગધેડા,મરઘા,હાથી, સસલા, કુતરા,ઊંટ,ડુક્કર જેવી 219 પ્રજાતિઓની ગણતરી કરવામાં આવશે
21 મી પશુધન વસ્તી ગણતરીમાં આ વખતે વિચરતી જાતિના પશુપાલકો અને રખડતા ગૌવંશ અને કુતરાની ગણતરી તથા પાંજરાપોળ,ગૌશાળા,કોલેજો સરકારી ફાર્મ,ડેરી ફાર્મ વગેરેની સાથે ડિફેન્સ અને પોલીસ વિભાગ પાસેના પશુઓની પણ વિશેષ ગણતરી કરવાની છે. આ કામગીરી માટે ભારત સરકાર દ્વારા મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે. જેમાં તમામ ગણતરીદારોએ ઘરવાઇજ પશુધનની વસ્તી ગણતરીની વસ્તીની માહિતીની ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવશે.