જિલ્લામાં 24 નવેમ્બરે સર્વે દરમિયાન હિંસાનો મામલો સામે આવ્યો હતો. ત્યારથી જિલ્લામાં બહારના લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે, જિલ્લા વહીવટીતંત્રે હવે 10 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટએ જણાવ્યું હતું કે, કોઈ બહારની વ્યક્તિ, કોઈ સામાજિક સંસ્થા અથવા જનપ્રતિનિધિ સક્ષમ અધિકારીની પરવાનગી વિના 10 ડિસેમ્બર સુધી જિલ્લાની હદમાં પ્રવેશ કરશે નહીં
સંભલમાં કોર્ટના આદેશ પર 19 નવેમ્બરના રોજ પ્રથમ વખત જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારથી આ વિસ્તારમાં તણાવનો માહોલ છે. 24 નવેમ્બરે ફરી સર્વે હાથ ધરતી વખતે, મસ્જિદ પછી હિંસા ફાટી નીકળી હતી, જેમાં પથ્થરમારો થયો હતો અને ચાર લોકોના મોત થયા હતા જ્યારે 25 ઘાયલ થયા હતા. કોર્ટે આ આદેશ એક અરજીના આધારે આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જગ્યાએ જામા મસ્જિદ આવેલી છે ત્યાં એક સમયે હરિહર મંદિર હતું.