એક વર્ષમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિન પ્રતિદિન’માં’ ના ભક્તોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજી ભોજનાલયમાં કાર્યરત અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે માંના પ્રસાદરૂપી નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. એક વર્ષ પૂર્વે શરૂ કરાયેલી નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાને ભારે આવકાર મળ્યો છે છેલ્લા એક વર્ષમાં લાખો માઈ ભક્તોએ ‘માં’ ના પ્રસાદરૂપી ભોજન આરોગી ધન્યતા અનુભવી હતી.
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી 2024 યોજાયો હતો આ પાવન પ્રસંગે અંબાજી ખાતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબિકા ભોજનાલયમાં અંબાજી આવનાર માઈભક્તો માટે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી.દિનપ્રતિ દિન નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા ને ભારે આવકાર મળી રહ્યો છે દરરોજના અંદાજીત 6000 કરતા પણ વધારે માઇ ભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે છેલ્લા 1 વર્ષ માં કુલ 22.78 લાખ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તેવું અન્ન ક્ષેત્ર દાતાઓની કમિટીના મેમ્બર હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે શ્રી અંબિકા ભોજનાલય ખાતે કાર્યરત અંબિકા અન્નક્ષેત્રના રસોડામાં બનતી રસોઈ નિત્ય ટિફિનમાં ભરી પ્રથમમાં અંબાને થાળ સ્વરૂપે ધરાવવામાં આવે છે. તેમજ માં અંબાને સવારે આરતીમાં ધરાવવામાં આવતો બાળભોગનો પ્રસાદ અંબિકા ભોજનાલયમાં સવાર અને સાંજ બંને ટાઈમ બનતી તમામ રસોઈમાં ભેળવી અને માઈભક્તોને પીરસવામાં આવે છે અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે ભોજનની ક્વોલિટી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે તથા ભોજન પ્રસાદ માટે આવનાર ભક્તોને ભાવથી ભોજન પીરસવામાં છે. મિષ્ઠાનમાં મોહનથાળ પીરસવામાં આવે છે: અંબિકા અન્ન ક્ષેત્રમાં સાત્વિક ભોજનની સાથે વાર તહેવારે મિષ્ઠાન પણ પીરસવામાં આવે છે જેમાં અંબાજીની ઓળખ સમા શુદ્ધ ઘીમાં બનાવેલ મોહનથાળ મઈ ભક્તોને પીરસવામાં આવે છે તાજેતરમાં દિવાળીમાં સાત દિવસ જુદા જુદા પ્રકારનું મિષ્ઠાન પીરસવામાં આવ્યું હતું.