બેન સ્ટોક્સ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે હેરી બ્રુકને અન્ય બે ફોર્મેટની જવાબદારી સોંપવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ખરાબ પ્રદર્શન બાદ જોસ બટલરે અચાનક કેપ્ટનશીપ છોડી દીધી ત્યારબાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ નવા કેપ્ટનની શોધમાં હતું. હવે તેમને જોસ બટલરનો વિકલ્પ મળી ગયો છે. નવો કેપ્ટન હવે ટી20 આંતરરાષ્ટ્રીય અને વનડેમાં ટીમની કમાન સંભાળશે. આ જવાબદારી હેરી બ્રુકને સોંપવામાં આવી છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે હેરી બ્રુકને ટી20 આંતરરાષ્ટ્રીય અને ઓડીઆઈ ના નવા કેપ્ટન તરીકે જાહેર કર્યા છે. જોકે, બેન સ્ટોક્સ પહેલાની જેમ જ ટેસ્ટ ક્રિકેટનું નેતૃત્વ ચાલુ રાખશે. આ પહેલા જોસ બટલર ટી20 આંતરરાષ્ટ્રીય અને ઓડીઆઈ ટીમોનું નેતૃત્વ કરી રહ્યા હતા. લગભગ 26 વર્ષના હેરી બ્રુકે 2022 માં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી, થોડી મેચો સિવાય, તે સતત રમી રહ્યો છે. આ પહેલા, તે જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળ ઓડીઆઈ અને ટી20આઈ માં ઉપ-કેપ્ટન તરીકે સેવા આપી રહ્યો હતો.