પાકિસ્તાની સેનાએ ગુરુવારે કહ્યું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક મેજર સહિત બે સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ’ (ISPR) એ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન 29 જાન્યુઆરીની રાત્રે એન્કાઉન્ટર થયું હતું.
સેનાએ આતંકીઓને ઠાર કર્યા
સેનાએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકોએ ઓપરેશન દરમિયાન છ આતંકીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સુરક્ષા જવાનોની ઓળખ રાવલપિંડીના 29 વર્ષીય મેજર હમઝા ઈસરાર અને નસીરાબાદના 26 વર્ષીય કોન્સ્ટેબલ મુહમ્મદ નઈમ તરીકે થઈ છે. ઈસરાર આ અભિયાનમાં સૈનિકોની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યો હતો.
આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ થયું
સેનાએ કહ્યું કે એન્કાઉન્ટર પછી સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને ખતમ કરવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ડૉન અખબારે અહેવાલ આપ્યો છે કે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ છ આતંકવાદીઓને મારી નાખવા માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી હતી અને મૃત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો
દરમિયાન, અત્રે એ પણ જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં બલૂચિસ્તાનના તુર્બત નજીક બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં 47 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા.