High Alert in Gujarat; ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ

High Alert in Gujarat; ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ

ઓપરેશન સિંદૂરથી જે રીતે પાકિસ્તાનને ભારતે જવાબ આપ્યો છે તે બાદ હવે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. કંગાળ દેશ હોવા છતાં ભારત પર ડ્રોન અને ફાઈટર પ્લેનથી હુમલાઓ કરી રહ્યું છે. જેના પગલે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે અત્યારે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથીસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ રહી છે.

જેમાં મંત્રીએ સંબંધિત જિલ્લાના કલેક્ટરઓ તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે ટેલીફોનીક વાત કરી સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પેનિક ન થાય તથા વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી.આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે.

15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ; આગામી 15 મે સુધી લગ્નપ્રસંગે અથવા કોઇ પણ કાર્યક્રમમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી લોકોને સહકાર આપવા માટે અપીલ કરી છે. જો કોઈ નિયમ તોડશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *