ટ્રમ્પના નિર્ણયથી ઈલોન મસ્કને લાગ્યો મોટો આંચકો, OpenAIના CEO ઓલ્ટમેન સાથે થયો ઉગ્ર ઝઘડો

ટ્રમ્પના નિર્ણયથી ઈલોન મસ્કને લાગ્યો મોટો આંચકો, OpenAIના CEO ઓલ્ટમેન સાથે થયો ઉગ્ર ઝઘડો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દેનાર અબજોપતિ એલોન મસ્કને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, ChatGPTના નિર્માતા OpenAIએ આગામી 4 વર્ષમાં Oracle અને SoftBank સાથે મળીને USમાં $500 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે નવી ભાગીદારી દ્વારા Oracle અને SoftBank સાથે ChatGPTના નિર્માતા OpenAI વચ્ચે $500 બિલિયન સુધીના સંયુક્ત સાહસ રોકાણની પ્રશંસા કરી હતી. ઓપન એઆઈને આટલો મોટો બિઝનેસ ડીલ મળ્યા બાદ એલોન મસ્ક ગુસ્સે છે. એલોન મસ્ક કહે છે કે ઓપન AI પાસે આટલું મોટું રોકાણ કરવા માટે પૂરતા પૈસા નથી.

જેના કારણે બે અબજોપતિઓ વચ્ચે જોરદાર અથડામણ શરૂ થઈ ગઈ છે. હવે ઓપન એઆઈના બોર્ડ પર શરૂ થયેલી બે અબજોપતિઓ વચ્ચેની આ લડાઈ નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો અને પ્રભાવ પણ નક્કી કરશે. ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને એઆઈના ક્ષેત્રમાં $500 બિલિયનના સ્ટારગેટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. સ્ટારગેટની નવી સુવિધા પહેલાથી જ ઝડપથી વિકસતી AI ટેક્નોલોજીના વધુ વિકાસ માટે જરૂરી ડેટા સેન્ટર અને પાવર જનરેશન બનાવવાની શરૂઆત કરી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઓપન એઆઈના સ્ટારગેટ પ્રોજેક્ટની પ્રશંસા કરી, તેને તેમના નવા વહીવટ હેઠળ “અમેરિકાની ક્ષમતામાં વિશ્વાસની એક મહાન પહેલ” ગણાવી, જેમાં પ્રારંભિક ખાનગી રોકાણ $100 બિલિયન છે, જે પછીથી તે રકમ પાંચ ગણી વધીને 500 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. ઓપન એઆઈએ લાખો નોકરીઓ ઉભી કરવાનો પણ દાવો કર્યો છે. જોકે, ઈલોન મસ્ક આનાથી નારાજ છે. “ખરેખર તેમની પાસે (OpenAI) પાસે પૈસા નથી,” તેણે સોશિયલ પ્લેટફોર્મ X પર લખ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *