એલોન મસ્કની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા સ્ટારલિંકને તાજેતરમાં ભારતમાં સેવા શરૂ કરવા માટે લાઇસન્સ મળ્યું છે. કંપની આગામી થોડા મહિનામાં ભારતમાં બ્રોડબેન્ડ સેવા પૂરી પાડશે. બીજી તરફ, મસ્કે ભારતમાં તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાનને સસ્તો બનાવ્યો છે. કંપનીએ તેની કિંમત 47% સુધી ઘટાડી દીધી છે. હવે વપરાશકર્તાઓને X પ્રીમિયમનો બેઝિક પ્લાન માત્ર 170 રૂપિયા પ્રતિ માસમાં મળશે. મસ્કની કંપની X ભારતમાં બેઝિક, પ્રીમિયમ અને પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરે છે. કંપની ફેબ્રુઆરી 2023 થી ભારતમાં પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. પહેલીવાર X ના પ્રીમિયમ પ્લાનની કિંમત ઘટાડવામાં આવી છે. આ પહેલા, પ્રીમિયમ પ્લસની કિંમત બે વાર વધારવામાં આવી હતી.
સસ્તા પ્લાન; વેબ યુઝર્સ માટે, X નું બેઝિક સબ્સ્ક્રિપ્શન દર મહિને ૧૭૦ રૂપિયા અથવા દર વર્ષે ૧૭૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે. અગાઉ આ કિંમત દર મહિને ૨૪૪ રૂપિયા અને દર વર્ષે ૨૫૯૧ રૂપિયા હતી.

