વડનગરમાં વિજ કર્મચારીને કરંટ લાગતા પોલ પર લટકી પડ્યો: વધુ સારવાર અર્થે દવાખાને ખસેડયો

વડનગરમાં વિજ કર્મચારીને કરંટ લાગતા પોલ પર લટકી પડ્યો: વધુ સારવાર અર્થે દવાખાને ખસેડયો

ઉનાળાની ગરમી શરૂ થતાની સાથે જ વારંવાર લાઈટ જવાના બનાવ બનવાના શરૂ થઈ જતા હોય છે, જ્યાં વડનગરમાં બંદ વીજ લાઈનના થાંભલે ચડી વીજ લાઈનની કામગીરી કરતા વાયરમેનને કરંટ વીજ અચાનક કરંટ લાગ્યો હતો. એ કારણે એટલો તો જોરદાર હતો કે કરંટ લાગતાની સાથે જ વીજ કર્મચારી વાયરમેન વીજ પોલ ઉપર લટકી પડ્યો હતો, જેને જોઈને આજુબાજુમાં રહેતા અને કામ કરતા લોકોએ બુમા બુમ કરી મુકી હતી. સમગ્ર ઘટના બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડનગરના એક વિસ્તારમાં બંદ વીજલાઈન વાળા થાંભલા ઉપર કામ કરવા ચડેલા વીજળી વિભાગના એક કર્મચારીને ચાલુ કામકાજે અચાનક બંદ લાઈનમ વીજળી પ્રવાહ ચાલુ થઈ જતા જોરદાર કરંટ ઝાટકો લાગતાની સાથે જ તે વીજ કર્મચારી વિજપોલ પર જ લટકી પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વીજ કર્મચારીને બચાવવા માટે કે તેને વિજપોલ પરથી સુરક્ષિત હાલતમાં ઉતારવા માટે વડનગર નગરપાલિકા પાસે તેની યોગ્ય ફાયર સેફ્ટી કે ઇમરજન્સી સેફટીના કોઈ જ ઉપકરણો ઉપલબ્ધ ન હતા જ્યાં કોઈ પણ જાતની ફાયર સેફ્ટીની સુવિધા જોવા ના મળતા આખરે નજીકના શહેર વિસનગરથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી, જ્યારે વિસનગરથી આવેલી ફાયર અને ઇમરજન્સીની ટીમે ભારે જહેમત બાદ વિજપોલ પર અસ્વસ્થ પડેલા વીજ કર્મચારીને ઉતારવામાં આવ્યો હતો. વીજ કર્મચારી વીજ પોલ ઉપર લટકી રહેલો જોઈને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

જોકે લોકોમાં મહત્વની ચર્ચાની બાબત એ રહી હતી કે વિજકર્મચારીએ પણ કોઈ સેફ્ટીના સાધન પહેરેલા ન હતા. જોકે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દરેક કર્મચારીને સેફટી કીટ આપવામાં આવતી હોય છે પરંતુ આ કર્મચારીએ એવી કોઈ પણ સેફટીની વસ્તુઓ સાથે રાખ્યા વગર જ વીજ થાંભળે ચડી કામગીરી કરતો જોવા મળ્યો હતો જ્યાં મહા મુસીબતે તેનો જોવું બચાવવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સને તાત્કાલીક જાણ કરીને બોલાવવામાં આવતા આ વીજ કર્મચારીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. વિજ કર્મચારીને કરંટ લાગવાની ઘટનાના પગલે વડનગર નગરપાલિકાના નગરસેવકો જાણ થતાની સાથે જ તાત્કાલીક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા તેમજ વિજકર્મચારી ઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્ય હતા.

જોકે આ બાબતે જવાબદાર કોણ?? તેવી ચર્ચાએ આખા વડનગરમાં જોર પકડ્યું છે. ત્યારે વડનગર નગરપાલિકા તંત્ર ઉપર પણ લોકોનો રોષ જોવા મળ્યો હતો. નગરપાલીકાના તંત્રના પેટનું પાણી કેમ હલતુ નથી?? જેવા સવાલોની ચર્ચા ઓ જોવા મળી હતી. ભૌતિક સુખ સુવિધાઓથી સંપન્ન વડનગર શહેર જ્યાં આજે વિકાસની હરણફાળ ભરીને વૈશ્વિક સ્તરે ખ્યાતિપ્રાપ્ત બન્યું છે તો શહેરની નગરપાલિકા પાસે કોઈ પણ બનાવ સામે પહોંચી વળવાના સર સાધનોનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *