વિજ કંપનીની તવાઈથી લંગરીયા કનેક્શન ઝડપાયા: બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વીજ કંપનીઓએ વીજ ચોરીની ગેરરીતિઓ નાબૂદ કરવા ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં વડી કચેરી રિજિયોનલ વડોદરા કચેરીની રાહબરી હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં લોકલ પોલીસ અને એસ.આર.પી. જવાનોને સાથે રાખી બે દિવસમા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં દરોડા પાડતા મોટા ‘લંગરીયા’ કનેક્શન ઝડપાયા છે.બનાસકાંઠામા પ્રથમ દિવસે 43 ટીમ દ્વારા 86 વીજ કનેકશનમા વીજ ચોરી અને વીજ ગેરરીતિઓ ઝડપાઇ હતી. જેમાં કાંકરેજ તાલુકાના થરા,ભાભર શહેર અને ગ્રામ્ય વિસ્તાર, વડા,ઉણ,શિરવાડામાં ગ્રાહકોના કનેક્શનમાં 31.5 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ હતી. જ્યારે આજે બીજા દિવસે શિહોરી, ભીલડી, ડીસા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં, ધાનેરા, પાંથાવાડામાં વર્તુળ કચેરી પાલનપુર સર્કલ દ્વારા પોલીસ સ્ટાફ અને એસ.આર.પી.સાથે રાખી 52 ટીમ દ્વારા 117 વીજ કનેકશનમાં વીજ ચોરીમાં ગેરરીતિઓ ઝડપાઇ હતી અને 39 લાખ જેટલી વીજ ચોરી ગેરરીતિઓ ઝડપાઇ હતી.

- January 25, 2025
0
178
Less than a minute
You can share this post!
editor