પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે મંગળવારના રોજ જર્જરીત બનેલ વીજપોલ ચાલુ લાઈને અચાનક ધરાશાયી થતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આકસ્માત દરમિયાન ઘટના સ્થળે કોઈ હાજર ન હોય મોટી જાણ હાની ટળી હતી તો ગ્રામજનોએ યુજીવીસીએલની બેદરકારી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આ બાબત મળતી હકીકત મુજબ સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી જર્જરીત બનેલ વિજ પોલની ફરિયાદ ગામના તલાટી દ્વારા અનેક વખત ugvcl કચેરીમાં કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર ugvcl ના કર્મચારીઓ દ્વારા આ જર્જરીત વિજ પોલનું સમારકામ કે નવીન પોલ નાખવાની કામગીરી ન કરાતાં મંગળવારના રોજ જજૅરિત બનેલ વીજપોલ ચાલુ લાઈને અચાનક ધરાશાયી થઈ એક મકાન પર પડતા અફડા-તફડી મચી જવા પામી હતી.
જોકે વીજપોલ ધરાશાયી થવાની ઘટના સમયે સ્થળ નજીક કોઈ હાજર ન હોય મોટી જાનહાની ટળી હતી. જજૅરિત વિજ પોલ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં યુજીવીસીએલ દ્વારા યોગ્ય કાર્યવાહીની કરાતા અને આજે આ વિજ પોલ ધરાશાયી બનતા કોઈ જાનહાની સજૉઈ હોત તો તેની જવાબદારી કોની બનત તેવા વૈધક સવાલો સાથે ગ્રામજનોએ યુજીવીસીએલની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો.