બનાસકાંઠામાં ૬૧૪ ગ્રામ પંચાયત અને ૪૦૫ સરપંચની બેઠકો સામે ૯૩૩ સરપંચ અને ૧૬૧૧ સભ્ય વચ્ચે ચૂંટણી યોજાશે

બનાસકાંઠામાં ૬૧૪ ગ્રામ પંચાયત અને ૪૦૫ સરપંચની બેઠકો સામે ૯૩૩ સરપંચ અને ૧૬૧૧ સભ્ય વચ્ચે ચૂંટણી યોજાશે

જિલ્લામાં ૪૦૫ સરપંચની બેઠકો પૈકી કુલ ૯૦ સરપંચ અને ૨૪૭૮ સભ્યો બિન હરીફ જાહેર થયા

ચૂંટણી આયોગે રાજ્યમાં ૨૮ મે ૨૦૨૫થી ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્ય સત્ર તથા પેટા ચૂંટણીઓ જાહેર કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓ માટે કુલ ૬૧૪ ગ્રામ પંચાયત માટે તારીખ ૨૨ જૂન ૨૦૨૫ રવિવારના રોજ સવારના ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન ચૂંટણી યોજાશે. આ ૬૧૪ ગ્રામ પંચાયત પૈકી ૩૮૫ ગ્રામ પંચાયતમાં સામાન્ય-વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા ૨૨૯ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લાની ૬૧૪ ગ્રામ પંચાયતો પૈકી ૪૦૫ સરપંચની બેઠકો તથા ૩૫૭૦ વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે.

બનાસકાંઠા જિલ્લામાં ૪૦૫ સરપંચની બેઠકો સામે કુલ ૧૯૨૭ ફોર્મ ભરાયા હતા. જ્યારે ૩૫૭૦ વોર્ડના સભ્યોની બેઠકો સામે કુલ ૫૦૦૫ સભ્યના ફોર્મ ભરાયા હતા. ૪૦૫ બેઠકો સામે જિલ્લામાં ૯૦ સરપંચ બિન હરીફ જાહેર થયા છે. જ્યારે ૩૫૭૦ વોર્ડના સભ્ય પૈકી ૨૪૭૮ સભ્ય બિન હરીફ જાહેર થયા છે. ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન કુલ ૪૪ ફોર્મ સરપંચના અને કુલ ૧૯૮ સભ્યના ફોર્મ અમાન્ય જાહેર થયા છે. જ્યારે ૮૩૪ સરપંચના અને ૭૩૭ સભ્યના ફોર્મ પરત ખેંચાયા હતા. જિલ્લામાં આજની સ્થિતિએ ૯૩૩ સરપંચ અને ૧૬૧૧ સભ્ય વચ્ચે ચૂંટણીનું આયોજન કરાશે.

સામાન્ય-વિભાજન-મધ્યસત્ર ચૂંટણીની ૩૮૫ બેઠકોની તાલુકા વાઇઝ વાત કરીએ તો પાલનપુર તાલુકાની કુલ ૨૨ પંચાયત માટે સરપંચના કુલ ૩૧ અને ૫૫ સભ્ય વચ્ચે ચૂંટણી યોજાશે.

વડગામની ૨૦ પંચાયત માટે ૩૬ સરપંચ અને ૭૪ સભ્ય વચ્ચે,

દાંતાની ૧૦ પંચાયત માટે ૨૯ સરપંચ અને ૧૩૫ સભ્ય વચ્ચે,

અમીરગઢની ૧૩ પંચાયત માટે ૩૪ સરપંચ અને ૧૯૯ સભ્ય

ડીસાની ૨૬ પંચાયત માટે ૬૨ સરપંચ તથા ૧૫૪ સભ્ય

કાંકરેજની ૪૫ પંચાયત માટે ૯૦ સરપંચ તથા ૧૪૪ સભ્ય

ધાનેરાની ૪૫ પંચાયત માટે ૧૩૮ સરપંચ તથા ૨૧૮ સભ્ય

દાંતીવાડાની ૨૮ પંચાયત માટે ૫૩ સરપંચ તથા ૮૨ સભ્ય

થરાદની ૩૮ પંચાયત માટે ૯૬ સરપંચ તથા ૮૭ સભ્ય

વાવની ૩૮ પંચાયત માટે ૧૦૩ સરપંચ તથા ૯૦ સભ્ય

દિયોદરની ૩૬ પંચાયત માટે ૭૭ સરપંચ તથા ૧૧૦ સભ્ય

લાખણી ૨૪ પંચાયત માટે ૭૨ સરપંચ તથા ૧૧૭ સભ્ય

સુઈગામની ૧૭ પંચાયત માટે ૩૨ સરપંચ તથા ૫૫ સભ્ય

ભાભરની ૨૩ પંચાયત માટે ૫૨ સરપંચ તથા ૬૧ સભ્ય વચ્ચે ચૂંટણીનું આયોજન કરાશે.

————————————————————————————————-

* ચૂંટણીની જાહેરાતની તારીખ:- ૨૮/૦૫/૨૦૨૫

* જાહેરનામાં પ્રસિદ્ધની તારીખ:- ૦૨/૦૬/૨૦૨૫

* ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: – ૦૯/૦૬/૨૦૨૫

* ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ:- ૧૦/૦૬/૨૦૨૫

* ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: – ૧૧/૦૬/૨૦૨૫

* મતદાનની તારીખ:- ૨૨/૦૬/૨૦૨૫, રવિવાર

* મત ગણતરીની તારીખ: – ૨૫/૦૬/૨૦૨૫

* ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: – ૨૭/૦૬/૨૦૨૫

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *