બીજેપીને ૧૨૫થી ૧૩૯, કોંગ્રેસને ૪૦થી ૫૦ અને આમ આદમી પાર્ટીને ફક્‍ત ૬થી ૭ સીટોની ભવિષ્‍યવાણી કરી રહ્યાં છીએઃ બુકી

ગુજરાત
ગુજરાત

સટ્ટા બજાર ચલાવનાર સટોડિયાઓએ ભવિષ્‍યવાણી કરી છે કે ગુજરાતના લોકો બીજેપીને ફરીથી સત્તા પર લાવી શકે છે. તેમણે ૧૮૨ સીટોની વિધાનસભામાં ભગવા પાર્ટી (બીજેપી) માટે ૧૨૫ સીટોનું અનુમાન લગાવ્‍યું છે.

નામ ન છાપવાની શરત સાથે એક બુકીએ, ગુજરાત ચૂંટણી ૨૦૨૨ની અમારી ગણતરી અનુસાર, અમે બીજેપીને ૧૨૫થી ૧૩૯, કોંગ્રેસને ૪૦થી ૫૦ અને આમ આદમી પાર્ટીને ફક્‍ત ૬થી ૭ સીટોની ભવિષ્‍યવાણી કરી રહ્યાં છીએ. સીટોના હિસાબે અમે બીજેપી સરકારને લગભગ ૪૦ પૈસા, કોંગ્રેસને ૪.૫૦ રૂપિયા અને આપને ૨૫ રૂપિયા આપી રહ્યાં છીએ. આ અમારી ગણતરી પર આધારિત છે.

સટ્ટાબાજો અનુસાર, કોંગ્રેસને મહત્તમ ૫૦ સીટો અને આપને આશરે ૬ સીટો મળવાની સંભાવના છે. તેમણે કહ્યું, અહીં વાસ્‍તવિકતા ઘણી અલગ છે. કોઇ ખેડૂત, સીએએ અથવા એનઆરસીના મુદ્દા નથી જે બીજેપીને પ્રભાવિત કરી શકે છે. આ ત્રણેય મુદ્દાઓએ પંજાબમાં આપની સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. બીજેપી શરૂઆતથી જ આગળ રહી છે, આ અમારી ગણતરી બદલશે નહી.

સટ્ટાબાજોએ કહ્યું, ગુજરાતમાં તેઓ તે વાત પર પણ દાવ લગાવી રહ્યાં છે કે સરકાર કોની રચાશે. સટ્ટાબાજે કહ્યું, બીજેપી રાજ્‍યમાં અન્‍ય પાર્ટીઓથી આગળ છે. બીજેપી સરકાર બનાવવાની કિંમત ૪૦ પૈસા છે. કોંગ્રેસની કિંમત ૧.૬૦ રૂપિયા અને આપ સરકાર માટે ૧૦ રૂપિયા છે. કારણ કે તેઓ માને છે કે બીજેપીના સત્તામાં રહેવાની સૌથી વધુ સંભાવના છે.

તેથી તેમણે પાર્ટીની કિંમત ઘણી ઓછી રાખી છે, જેથી તેમને વધુ પૈસા ન ચૂકવવા પડે. ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ સીટોમાંથી ૮૯ સીટો પર ગુરુવારે પહેલા ચરણમાં મતદાન થશે. આ સીટો રાજ્‍યના ૧૯ જિલ્લાઓમાં ફેલાયેલી છે અને બીજા ચરણમાં કુલ ૭૮૮ ઉમેદવારોની કિસ્‍મત દાવ પર લાગેલી છે. રાજ્‍યમાં બીજા ચરણ અંતર્ગત પાંચ ડિસેમ્‍બરે મતદાન થશે, જ્‍યારે મતગણતરી આઠ ડિસેમ્‍બરે થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.