ક્ષત્રિય ઠાકોર સમાજને અમુક લોકો ઇતર સમાજના નામે ગુમરાહ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો

ચૂંટણી 2022
ચૂંટણી 2022

(રખેવાળ ન્યૂઝ)ધાનેરા, વિધાનસભાની ચૂંટણી નો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ ૯ ધાનેરા વિધાનસભામાં કોગ્રેસના ઉમેદવાર નથાભાઇ પટેલને તમામ સમાજાેનું સમર્થન મળી રહ્યું છે. ધાનેરા ઉમેદવાર નથાભાઈ પટેલને ધાનેરા તાલુકાના ઠાકોર સમાજના અગ્રણીઓએ સમર્થન જાહેર કરેલ. જયારે નથાભાઈએ દાંતીવાડા, મારવાડી માળીવાસ, હીરપૂર, ફતેપુર, રતનપુર, કાકરલાપરા રાંણોલ, નાલેગર, શેરગઢ, ઓઢવા, માળપૂરીયા, ઓઢવા, જેગોલ, વેળાવારા, ધાનેરી, વિગેરે ગામોએ જનસમર્થન આપ્યુ હતું. તા.૨૮/૧૧/૨૦૨૨ના રોજ પાંથાવાડા મુકામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા કોગ્રેસના ઉમેદવાર નથાભાઇ પટેલના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરાયું છે તે પહેલા ધાનેરા મતવિસ્તારના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ધાનેરા કોગ્રેસના ઉમેદવાર નથાભાઇ પટેલના કાર્યાલય ખાતે આવી જગદીશભાઈ ઠાકોરના હાથ મજબૂત કરવા માટે નથાભાઇ પટેલને ખુલ્લું સમર્થન જાહેર કરેલ અને જણાવેલ કે ક્ષત્રિય ઠાકોર સમાજને અમુક લોકો ઇતર સમાજના નામે ગુમરાહ કરી રહ્યા છે. પરંતુ ક્ષત્રિય ઠાકોર સમાજ કોઈ વ્યક્તિની પાછળ ચાલનારો સમાજ નથી. પાંથાવાડાની સભામાં મોટી સંખ્યામાં હાજર રહી નથાભાઇ પટેલને જીતાડવાનું કામ કરશે અને ગુજરાતમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી જાેવા માગે છે તેમજ અમુક અપક્ષ ના ઉમેદવાર બેવડી રાજરમત રમી રહ્યા છે તેવા લોકોને જાકારો આપવા વિનંતિ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.