નવા વર્ષે પણ ભાવ વધારો છે તેનાથી વધારે આપવાની વ્યવસ્થા બનાસડેરીએ કરી રાખી છે : શંકર ચૌધરી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

થરાદના દુધવા ગામમાં તાલુકા પંચાયતના ડેલીગેટ પરિવારના મહેશભાઇ પુરોહિત અને ભાજપના કાર્યકરોની મહેનતથી ભાજપના ઉમેદવાર શંકરભાઇ ચૌધરીની ચુંટણી સભા યોજાઈ યોજાઇ હતી. જેમાં સાંસદ પરબતભાઇ અને શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં મહેશભાઇ પુરોહિતના પ્રયાસોથી દલિત તેમજ ઠાકોર સમાજના યુવાનો અને વડીલો ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા. પાર્ટીના કામથી ગામમાં બીજેપીને વધુ વોટ આપીશું તેમ જાહેર સમર્થન આપતાં મહેશભાઇ પુરોહિત અને ગ્રામજનોએ જણાવતાં ભાજપમાં જાેડાનારને આવકારીને ખેસ પહેરાવતાં શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે સરપંચની ચુંટણીમાં ૮૫ ટકા મતદાન થયું હોય તો વિધાનસભામાં ૯૫ ટકા કરજાે. મારે દરેક સમાજનો સાથ અને સહકાર જાેઇએ છે. વિધાનસભાની ચુંટણીમાં બધા સાથે મળીને પુરેપુરૂ મતદાન કરીને કમળને જીતાડશો એ કહેવા માટે આવ્યા છીએ તેમ ઉમેરતાં ભાજપના થરાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે બધું મતદાન કમળના નિશાન પર કરજાે. મારે છત્રીસેય કોમની જરુર છે. મારે દરેકનો સાથ જાેઇએ છે મારે દરેકનું ભલું કરવું છે. તેમણે આડકતરી રીતે થરાદને જીલ્લો બનાવવાના તેમનો મનસુબો વ્યક્ત કરતાં નિર્દેશ આપ્યો હતો કે આપણું થરાદ પાલનપુર કરતાં પણ ચમકતું હોય મોટુ હોય એવું કામ મારે કરવું છે. તેમાં તમામનો સહયોગ મારે જાેઇએ છે. મહિલાઓને સંબોધતાં જણાવ્યું હતું કે બનાસડેરી દ્વારા અગાઉ આઠ –નવ ટકાથી વધારે ભાવવધારો નહોતો આવતો પરંતુ આ વખતે અઢારથી વીસ ટકા ભાવ વધારો આપીને ટપાલ લખીને તમામને જાણ કરીને તમારા હકના પૈસા તમારા ખાતામાં આવ્યાની જાણ કરીછે. આવતા વર્ષે એક બે ગાય ભેંસ લઇ લેવી હોય તો લઇ લેજાે, નવા વર્ષે પણ ભાવ વધારો છે તેનાથી વધારે આપવાની વ્યવસ્થા બનાસડેરીએ કરી રાખી છે.તૈયારી રાખજાે. પ્રજાના કલ્યાણ માટે કરવું છે તેમાં પ્રજાનો સાથ અને સહયોગની જરૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.