ગતરોજ ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રાલય ના કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ પાટણ એકલવ્ય જનસેવા ટ્રસ્ટ ના પ્રમુખ સુનીલભાઈ જે. ભીલે આદિજાતિ વિકાસ મંત્રાલય ના કેબીનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર ને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે પાટણ જીલ્લામાં અનુસુચિત જન જાતિની અંદાજીત અઢાર હજારની જન સંખ્યા છે.
પાટણ જીલ્લાના અનુસુચિત જન જાતિના લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી પગભર થયો છે. તેમ છતાં અનુસુચિત જન જાતિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે પાટણ જીલ્લામાં આદિજાતિ ના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને અનુસુચિત જન જાતિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે મદદનીશ આદિજાતિ વિકાસની કચેરી,પાલનપુર જી.બનાસકાંઠા ખાતે જવું પડે છે.
ત્યારે જીલ્લાના વડા મથક પાટણ ખાતે મદદનીશ આદિજાતિ વિકાસની કચેરી શરુ કરવામાં આવે તેવી રજુઆત સાથે ગુજરાત રાજ્યની કેટલીક યુનિવર્સીટીઓ સંલગ્ન કોલેજો અને શૈક્ષણિક સંથાઓમાં અનુસુચિત જન જાતિના વિધાર્થીઓ ફ્રી શીપ કાર્ડ યોજનાનું કાર્ડ રજુ કરવામાં આવે છે તેમ છતાં ફ્રી શીપ કાર્ડ યોજનાનું કાર્ડ સ્વીકારવામાં આવતું નથી અને ફી ભરવા જણાવવામાં આવે છે તેમજ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી, પાટણ સંલગ્ન કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસુચિત જન જાતિના વિધાર્થીઓ પ્રવેશ મેળવે ત્યારે મદદનીશ આદિજાતિ વિકાસની કચેરી, પાલનપુર જી.બનાસકાંઠા દ્વારા ફ્રી શીપ કાર્ડ યોજનાનું કાર્ડ કાઢી આપવામાં આનાકાની કરતા હોય છે જે અંગે ઘટતી કાર્યવાહી કરવાની માગ સાથે તેઓએ મંત્રી ને લખિત રજૂઆત કરતાં આ મામલે મંત્રી એ યોગ્ય કરવાની હૈયાધારણા આપી હોવાનું જાણવા મળ્યું છે.