લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર અને બસ વચ્ચેની અથડામણમાં આઠના મોત

લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર અને બસ વચ્ચેની અથડામણમાં આઠના મોત

યુપીના કન્નૌજ જિલ્લામાં ડબલ ડેકર બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 19થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જિલ્લામાં ફરી એકવાર ઝડપનો કહેર જોવા મળ્યો છે. અહીં ટેન્કર અને બસ વચ્ચેની અથડામણમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 19થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટેન્કર એક્સપ્રેસ વે પર પાણી છાંટવા જઈ રહ્યું હતું. આ ટેન્કરને પાછળથી પુરપાટ ઝડપે આવતી બસે ટક્કર મારી હતી. ટેન્કર સાથે અથડાયા બાદ બસ પલટી ગઈ હતી અને તેમાં સવાર મુસાફરોએ ચીસો પાડી હતી. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બસની અંદરથી લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર કન્નૌજ જિલ્લામાં થયો હતો. આજે બપોરે બનેલા આ કરૂણ અકસ્માતમાં એક ડબલ ડેકર સ્લીપર બસ ખાડામાં પડી હતી. અકસ્માતને કારણે બસમાં સવાર 8 મુસાફરોના મોત થયા હતા અને 19થી વધુ લોકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી. દરમિયાન પુરપાટ ઝડપે આવતી બસે આગળ જઈ રહેલા યુપીડીએ પાણીના છંટકાવના ટેન્કરને ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ પલટી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ડ્રાઈવરની ઊંઘના કારણે બપોરે આ દુઃખદ અકસ્માત થયો હતો.

subscriber

Related Articles