પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી

કોમી એખલાસ વચ્ચે રાજકીય-સામાજિક આગેવાનોએ  ઈદની મુબારકબાદી પાઠવી; પાટણ શહેર અને જિલ્લામાં રમઝાન માસની પૂર્ણા હુતિ નિમિત્તે રવિવારે ચાંદના દિદાર થતાં સોમવારે ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સિદ્ધિ સરોવર સામે આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત મુસ્લિમ બિરાદરો ને મૌલાના સિદ્દીકે નમાજ અદા કરાવી હતી.

આ પવિત્ર પ્રસંગે ઈદગાહ ખાતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદ-ઉલ-ફિત્ર ની નમાજ દરમ્યાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્રારા શહેરની ઈદગાહ સહિતની મસ્જિદોમાં તેમજ જિલ્લાની વિવિધ મસ્જિદોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી કાયદો વ્યવસ્થા જાળવી હતી.

ઈદ-ઉલ-ફિત્ર પ્રસંગે મૌલાના ઇમરાને પોતાના સંદેશમાં દેશમાં કાયદા-કાનૂનમાં સમાનતા અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો. રમઝાન માસ દરમિયાન 29 રોજા પૂર્ણ થયા બાદ રવિવારે ચાંદ દેખાતા પાટણ સહિત ગુજરાતમાં સોમવારે મુસ્લિમ બિરાદરો એ ઈદની ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં હજરત મોહમ્મદ પયગંબર (સ.અ.વ.) પર પવિત્ર કુરાન નાઝિલ થયું હતું. આ તહેવાર કૃતજ્ઞતા, એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. રોજા રાખવા, દાન કરવું અને ઈબાદત કરવાનું રમઝાન માસમાં વિશેષ મહત્વ હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *