ડીસામાં પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પૂતળા દહન

ડીસામાં પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પૂતળા દહન

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પાસે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજીને આતંકવાદનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું. હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ નિર્દોષ લોકોની ઓળખ પૂછીને, જેમાં માત્ર ધર્મ જાણીને ગોળીબાર કર્યો અને 27 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના માનવતાને શર્મસાર કરનારી છે. સંગઠનના આગેવાનોએ સરકાર પાસે માંગણી કરી હતી કે આતંકવાદીઓ સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારોને ઝડપથી ન્યાય મળે તેવી પ્રાર્થના કરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *