રામનગર અને બગવાડા પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો; ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025’ અંતર્ગત શહેરની રામનગર પ્રાથમિક શાળા અને બગવાડા પ્રાથમિક શાળામાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને આઈસીડીએસ વિભાગના ઉર્મિલાબેન પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે પ્રવેશ મેળવનાર ભૂલકાંઓને કુમ કુમ તિલક સાથે મો મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે બાળકોના વિકાસમાં શિક્ષણનો મહત્ત્વપૂર્ણ ફાળો છે તેથી બાળકોને શિક્ષણ માટેનું યોગ્ય વાતાવરણ અને માર્ગદર્શન પૂરું પાડવાની જવાબદારી આપણા સૌની છે. આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા પરિવાર સહિત ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
- June 30, 2025
0
315
Less than a minute
You can share this post!
editor

