પાન માવો કે ગુટખા ખાઈને થુકવું મોંઘું પડી શકે : કેમેરાથી થશે આ રીતે કાર્યવાહી

પાન માવો કે ગુટખા ખાઈને થુકવું મોંઘું પડી શકે : કેમેરાથી થશે આ રીતે કાર્યવાહી

એક બાજુ સ્વચ્છતામાં સુરતનો નંબર આવ્યો છે. ત્યારે તેને જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઠેકાણે કરાઈ હતી. હવે આ જગ્યાઓ સ્વચ્છ અને સુઘડ રહે તે માટે પાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જાહેરમાં થૂંકવા કે કચરો નાખનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

થૂંકબાજોની હવે ખેર નથી. કારણ કે તમારી આ હરકતને કેમેરામાં કેદ કરીને દંડ વસૂલ કરવા તમારા ઘરે પહોંચી જશે કોર્પોરેશન. સુરત મહાનગરપાલિકાએ આ ઉમદા પહેલ શરૂ કરી છે. સ્વચ્છતા જાળવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવી પહેલ કરી છે. હવે પાનમાં માવો કે ગુટખા ખાઈને થુકવું મોંઘું પડી શકે છે. જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સેન્ટરના સીસી ટીવીના મોનિટરિંથી 4500 કેમેરા થકી થૂંકબાજોને ઝડપવામાં આવી રહ્યા છે. સીસીટીવી થકી આવા 5200 લોકો ઝડપાયા છે, જેમને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

subscriber

Related Articles