દાંતીવાડાનું ડેરી ગામ કેન્દ્ર બિંદુ: નુક્સાની ટળી બનાસકાંઠા જિલ્લામાં દેવ દિવાળી બાદ આજે ફરી એકવાર ધરા ધ્રુજી હતી. સાંજે 5 કલાક અને 28 મિનિટે ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.8ની તીવ્રતા વાળા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 34 કી. મી.દૂર ડેરી ગામમાં નોંધાયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5.28 વાગે અચાનક ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 3.8 ની તીવ્રતાથી અને 3.3 કિલોમીટર ની ઊંડાઈ પર આવેલ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 34 કિલોમીટર દૂર દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ હોવાના અહેવાલ સાંપડ્યા છે. જોકે, ભૂકંપના આંચકા દાંતીવાડા અને ઈકબાલગઢ આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપને પગલે કોઈ જાનહાની કે મોટા નુકસાનના સમાચાર સામે ન આવતા તંત્ર સહિત પ્રજાજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

- February 14, 2025
0
92
Less than a minute
You can share this post!
editor