ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. આ ઈ-મેઈલ મળતા જ પોલીસ અધિકારીઓ દોડતા થયા છે. અને કોર્ટ રૂમમાં તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ બ્લાસ્ટથી ગુજરાત હાઇકોર્ટને ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળતા જ અધિકારીઓએ ઈ-મેઈલ ક્યાંથી આવ્યો છે. અને કોણે મોકલ્યો છે તે અંગે તપાસ શરુ કરી હતી. હાઈકોર્ટના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેલ મળતાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસ અધિકારીઓ દોડતા થાય છે. અગાઉ પણ મહત્ત્વના સ્થળોએ બોમ્બ મુક્યા હોવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેઈલ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.

- June 9, 2025
0
276
Less than a minute
You can share this post!
editor