પાટણ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ઈ-ઓળખ વેબસાઈટ બંધ

પાટણ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ઈ-ઓળખ વેબસાઈટ બંધ

ઓનલાઇન નોંધાયેલા જન્મ મરણના દાખલાઓ મેળવવા અરજદારોને હાલાકી

પાટણ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ઈ ઓળખ વેબસાઈટ બંધ હોવાના કારણે ઓનલાઇન નોંધાયેલા જન્મ મરણ ના દાખલાઓ કાઢી આપવામાં આવતા નથી. ઇ – ઓળખ બંધ હોવાના કારણે નાયબ મુખ્ય રજીસ્ટાર ગાંધીનગર દ્વારા 31, 12, 2025 ના રોજ એક પરિપત્ર રજીસ્ટાર જન્મ મરણ,ચીફ ઓફિસર નગરપાલિકા તમામ, અને તાલુકા વિકાસ અધિકારી તમામ ને આ પરિપત્ર મોકલવામાં આવેલ છે.

આ પરિપત્રની અંદર ઈ ઓળખ એપ્લિકેશનમાં નોંધવામાં આવેલ તમામ જન્મ મરણ ના દાખલા માં સુધારો કરવા તમામ સંબંધિત અધિકારીને  જાણ કરવામાં આવેલ છે તેમ છતાં પાટણ નગરપાલિકા દ્વારા તમામ અરજદારોને દાખલામાં સુધારો કે દાખલા કાઢી આપવામાં આવતા નથી જ્યારે અન્ય નગરપાલિકાઓ કે પંચાયતોમાં આ પરિપત્રના આધારે તમામ દાખલાઓ કાઢી આપવામાં આવે છે. બુધવારે પાટણ નગરપાલિકામાં બનાસકાંઠા થી એક અરજદાર આવેલા તેમને આ પરિપત્ર આધારે દાખલો માંગેલ તેમ છતાં દાખલો કાઢી આપવાની ના પાડતા આ અરજદાર દ્વારા ચીફ ઓફિસર, ઓએસ અને જિલ્લા રજીસ્ટારને પણ જાણ કરવામાં આવી તેમ છતાં દાખલો કાઢી આપવામાં ન આવતાં અરજદાર દ્વારા પાટણ ધારાસભ્ય નો સંપર્ક કરતા ધારાસભ્ય બહાર હોય તેઓ દ્વારા શહેર કોગ્રેસ પ્રમુખ ને જાણ કરેતા તેઓએ

નગરપાલિકા ખાતે જઈ ઓ.એસ ને રજૂઆત કરતા ઓ.એસ એ રજીસ્ટાર ને દાખલો કાઢી આપવા જણાવ્યું અને અરજદાર ને દાખલો મળી પણ ગયો હતો.પરંતુ ચીફ ઓફિસર દ્વારા વળતો પ્રત્યુતર આપું છું તેવો જવાબ આપવા છતા ચીફ ઓફિસર દ્વારા વળતો કોઈ જવાબ આપવામાં ન આવતા અને આ પરિપત્રની જાણ ચીફ ઓફિસર ને હોવા છતાં ચીફ ઓફિસર દ્વારા આ પરિપત્રની કોઈ અમલવારી કરાવી નથી એ પોતે પાટણ નગરપાલિકાના વહીવટી અધિકારી છે એમને પાટણની જનતાને કે પાટણ જિલ્લાની જનતાને વહીવટી કામમાં  કોઈ હેરાનગતિ ના થાય તે જોવાની જવાબદારી છે તેમ છતાં પોતે પોતાની પ્રતિષ્ઠા જમાવવા માટે માત્ર ફોટો સેશનમાં રાચતાં હવાના કોગ્રેસ પ્રમુખ દ્રારા આક્ષેપ કરી દાખલા માટે પાલિકા ખાતે આવતાં લોકોની સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય કરવામાં આવે તેવી માગ કોગ્રેસ પ્રમુખ દ્રારા કરવામાં આવી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *