ભૂગર્ભ ગટરની સ્થાનિક મહિલાઓ દ્વારા કરાતી સફાઈનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ : પાટણ જિલ્લાની હારીજ પાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાના કારણે શહેરીજનો રોડ-રસ્તા, સફાઈ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોરોની સમસ્યાને લઈને પારાવાર મુશકેલી ભોગવી રહ્યા છે. શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓના નિરાકરણ માટે પાલિકા સતાધીશો સમક્ષ અનેક રજુઆત કરવા છતાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં ઉણી ઉતરેલ પાલિકા તંત્ર પ્રત્યે લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે શહેરના વોડૅ નં.૫ મા આવેલ જલારામ પાકૅ વિસ્તારમાં ૧૫ દિવસથી ચોક અપ બનેલી ભૂગર્ભ ગટરની સફાઈ મામલે પાલિકા તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં આજ-દિન સુધી ચોકઅપ બનેલ ભૂગર્ભ ગટરની પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામગીરી ન કરાતાં વિસ્તારના લોકોમાં ઉભી થયેલી રોગચાળાની ભિતીને ધ્યાનમાં રાખીને વિસ્તારની મહિલાઓ દ્વારા જાતે જ ચોક અપ બનેલી ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાલિકાની આ ગંભીર બેદરકારી પ્રત્યે અનેક ટીકાઓ સાભળવા મળી હતી. ત્યારે હારીજ પાલિકાના સતાધીશોની ઉદાસિનતાને કારણે સ્થાનિક રહીશોમા પાર્ટી પ્રત્યે પણ અણગમો ઉભો થવા પામ્યો છે. ત્યારે હારીજ નગર પાલિકાના સત્તાધીશોની સાન ઠેકાણે લાવવા પાર્ટીના આગેવાનો દ્વારા કડક વલણ અપનાવવામાં આવે અને શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ સંતોષવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.

- June 3, 2025
0
114
Less than a minute
You can share this post!
editor