બેંગલુરુમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે 2 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1 કિલો 520 ગ્રામ MDMA ક્રિસ્ટલ, 202 ગ્રામ કોકેઈન, 12 MDMA એક્સ્ટસી ટેબ્લેટ મળી આવી હતી. 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.
કર્ણાટકમાં ડ્રગ માફિયાઓ સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે, બેંગલુરુ પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે 3 કરોડ રૂપિયાની કિંમતના કોકેઈન અને સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કર્યા છે. આ સંબંધમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
કેરળના મોસ્ટ વોન્ટેડ ગુનેગારની ધરપકડ
આ સાથે પૂર્વ બેંગલુરુના એક વિસ્તારમાં 3 કરોડ રૂપિયાનો ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે. કેરળના એક મોસ્ટ વોન્ટેડ ગુનેગાર, જે આંધ્રપ્રદેશથી તેની દાણચોરી કરી રહ્યો હતો, તેની પોલીસે અન્ય 2 આરોપીઓ સાથે ધરપકડ કરી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, “ગોવિંદપુરા પોલીસે ઓડિશા અને આંધ્રપ્રદેશથી લાવવામાં આવેલ 318 કિલો ગાંજા જપ્ત કર્યો છે. તેની કિંમત આશરે 3 કરોડ 25 લાખ રૂપિયા છે. અમે આ સંબંધમાં 3 લોકોની ધરપકડ કરી છે. આ લોકો ઇનોવા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેણે ગાંજા સાથે બેંગલુરુ આવ્યો, તેની ધરપકડ કરવામાં આવી.