પાલનપુર હાઇવેની બાજુમાં આવેલ ગરનાળામાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો પરેશાન…!

પાલનપુર હાઇવેની બાજુમાં આવેલ ગરનાળામાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો પરેશાન…!

તંત્ર સત્વરે ગરનાળામાં ભરાયેલ પાણીનો નિકાલ કરાવે : વાહન ચાલકો

પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલા ગરનાળામાં વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ વરસાદી પાણીનું સ્તર હજુ સુધી ઘટ્યું નથી.જેથી ટુ વહીલર સહિત નાના વાહન ચાલકોને વરસાદી પાણીમાં થઈને પસાર થવા માટે મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા ગરનાળું તો બનાવવામાં આવ્યું છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આ કારણે વાહન ચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *