ડીસા ભીલડી નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

ડીસા ભીલડી નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

કુપટ વડાવલ વચ્ચે મહાદેવપુરા નજીક સીગલ રોડ પર ભરાતું વરસાદી પાણી

મહાદેવપુરા પ્રાથમિક શાળાના બાળકો ને દરવર્ષે ચોમાસામાં પાણીમાં થઈને સ્કૂલજવા મજબૂર

રાધનપુર ભીલડી નેશનલ હાઇવે પર આવેલ મહાદેવપુરા પાસે સર્વિસ રોડ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી સમયથી વરસાદી પાણી ભરાતા દર વર્ષે ચોમાસાની ઋતુમાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી આજુબાજુના રાહદારીઓ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને બાજુમાં આવેલ માલગઢ કુપટ હાઈવે પ્રાથમિક શાળા મહાદેવપુરા આવેલ સ્કૂલના બાળકો પણ શાળામાં અભ્યાસ કરવા જતાં રોજબરોજ પરેશાન થઈ રહ્યા છે શાળામાં અભ્યાસ કરતા બાળકોના કપડા અને દફતર અને ચોપડા પલળી જાય છે ત્યારે નેશનલ હાઈવ ઓથોરિટી અને ટોલ કંપનીની ઘોર બેદરકારીના લીધે રાહદારીઓને સ્કૂલે જતા બાળકોને ચોમાસાના સમયે ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

ડીસા તાલુકાના માલગઢ ગામના વિસ્તારમાં આવેલ મહાદેવપુરા વિસ્તારમાં ઘણા સમયથી આ પાણીની સમસ્યાનો નેશનલ હાઈવે દ્વારા કોઈ નિકાલ આવતો નથી ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રિ-મોન્સુનની પ્લાનની આદેશને પણ નેશનલ હાઇવે ઓથોરિટી અંને ટોલ કંપનીના અધિકારીઓ ઘોળીને પી ગયાં હોય તેવું દેખાઈ રહ્યું છે  દર વર્ષે વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હોવા છતાં જનપ્રતિનિધિઓ પણ ચુપકીદી  સેવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *