દ્રષ્ટિ આંખની હોસ્પિટલ, થરાદ દ્વારા Project DHV અંતર્ગત 250 જેટલા શાળાના બાળકો સહિત આખું ગામ લાભાર્થી બન્યું અને બધાનું મફત ચેકઅપ કરવામાં આવ્યું. ટડાવ ગામમાં દ્રષ્ટિ આંખની હોસ્પિટલ, થરાદ દ્વારા Project DHV અંતર્ગત મફત આંખોની અને સામાન્ય આરોગ્ય ચકાસણી શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ ટડાવ ગામની શાળામાં યોજાયો હતો, જેમાં ગામના લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ શિબિરમાં કુલ 517 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક આંખનું અને શરીરના રોગો નુંચેકઅપ કરવામાં આવ્યું અને જરૂરિયાતમંદ દર્દીઓને મફત દવાઓ, આંખોના ટીપાં તેમજ મફત માં ચશ્મા વિતરણ કરવામાં આવ્યા. ખાસ કરીને ટડાવ શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓની પણ આંખોની નિઃશુલ્ક ચકાસણી કરવામાં આવી, જેમાં જરૂરિયાતમંદ બાળકોને દવા નાંખીને ચશ્માંના નંબર ની તપાસણી કરવામાં આવી.
આ કેમ્પ દ્રષ્ટિ આંખની હોસ્પિટલ થરાદ ના ડૉ. આનંદ પુરોહિત અને ડૉ. નૌશિન શેખ તેમજ તેમના સહયોગી મિત્રો તથા હોસ્પિટલના સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રકારના કેમ્પો દ્વારા ગામડાઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવી અને જરૂરિયાતમંદ લોકોને યોગ્ય સારવાર સુલભ કરાવવાનો ઉદ્દેશ સફળ રીતે પૂર્ણ થયો. ગામના લોકો અને શાળા તરફથી આ કેમ્પ માટે ટીમનો ખુબ આનંદપૂર્વક આભાર માનવામાં આવ્યો.

