પેડાગડા ગ્રામ પંચાયતે ચૂંટણી પૂર્વે જ સમરસ બનવાનું બહુમાન મેળવ્યું
પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદ માટે આજરોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં સમય મર્યાદા માં ડો.કેતનભાઈ એન જોષી સિવાય બીજા કોઈ નું ઉમેદવારી ફોર્મ ન ભરાતા તેથી તેઓને બિન હરીફ ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કરવા માં આવ્યા હતા. જે દિવસે ગ્રામ પંચાયત ની ચૂંટણી નું જાહેરનામું બહાર પડેલ તે દિવસે જ ડો.કેતન ભાઈ જોશીના ફાર્મ હાઉસ ઉપર પેડાગડા ગામ ના તમામ સમાજ ના તમામ લોકો ની એક ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં સૌ ગ્રામ જનોએ પેડાગડા ગામ પંચાયત માં સરપંચ તરીકે સુરેશદાન બી ગઢવી ની તથા ડેપ્યુટી સરપંચ તરીકે ડો. કેતન ભાઈ એન. જોષી ની સર્વાનુમતે નક્કી કરી ગુજરાતની સૌ પ્રથમ સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવાનું ગૌરવ મેળવ્યું હતું.
દરમિયાન, આજે તમામ સભ્યો, સરપંચ તથા મોટી સંખ્યા માં ગ્રામ જનોની હાજરીમાં ડેપ્યુટી સરપંચ ની પ્રકિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ દ્વારા વિવિધ વિકાસ ના કામો સર્વ સમાજ ને સાથે લઈ કરવા ની ખાતરી આપવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી સરપંચ દ્વારા શિક્ષણ, આરોગ્ય, સ્વછતા અને જળ સંચયના કાર્યોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તમામ સભ્યો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરાયો હતો.

