ડોનાલ્ડ ટ્રમ્પે ફરી બ્રિક્સને ધમકી આપી, ‘જીનિયસ એક્ટ’ અંગે આપ્યું નિવેદન

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી બ્રિક્સને ધમકી આપી, ‘જીનિયસ એક્ટ’ અંગે આપ્યું નિવેદન

ડોનાલ્ડ ટ્રમ્પે ‘જીનિયસ એક્ટ’ પસાર કરીને ડિજિટલ કરન્સીમાં વૈશ્વિક નેતૃત્વનો દાવો કર્યો

બ્રિક્સને ડોલરની શક્તિને પડકાર ન આપવાની ચેતવણી પણ આપી હતી; અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ગાઇડિંગ એન્ડ એસ્ટાબ્લિશિંગ નેશનલ ઇનોવેશન ફોર યુએસ સ્ટેબલકોઇન્સ એક્ટ’ એટલે કે ‘જીનિયસ એક્ટ’ પર હસ્તાક્ષર કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું. આ કાયદાનો હેતુ અમેરિકાને ડિજિટલ કરન્સીમાં વિશ્વ અગ્રણી બનાવવાનો અને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં યુએસ ડોલરની સર્વોપરિતાને વધુ મજબૂત બનાવવાનો છે. ટ્રમ્પે મજાકમાં કહ્યું, ‘આ કાયદો મારા નામ પરથી રાખવામાં આવ્યો છે. આ ખરેખર એક અદ્ભુત કાયદો છે!’ આ પ્રસંગે, તેમણે બ્રિક્સ દેશો (બ્રાઝિલ,રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) ને કડક સ્વરમાં ચેતવણી આપી હતી કે ડોલરની શક્તિને પડકારવાનો કોઈપણ પ્રયાસ નિરર્થક રહેશે.

ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપી હતી કે જો BRICS ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશે, તો તેમનું જોડાણ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. તેમણે ચેતવણી આપી હતી, ‘જો આપણે વૈશ્વિક અનામત ચલણ તરીકે ડોલરનો દરજ્જો ગુમાવીશું, તો તે વિશ્વ યુદ્ધ હારવા જેવું હશે. અમે ક્યારેય આવું થવા દઈશું નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *