જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા પરિક્રમા યાત્રામાં; ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫ના આજે છેલ્લા દિવસે જિલ્લા કલેકટર મિહિર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા.
અહી નોંધનીય છે કે, મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ તિથિ એમ ત્રણ દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શન સહિત ૫૧ શકિતપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જિલ્લા કલેકટર સહિત અધિકારીઓએ ૫૧ શકિતપીઠના દર્શન કરીને પૂજા – અર્ચના કરી હતી. જિલ્લા કલેકટર અને અધિકારીઓએ દર્શનાર્થીઓને નાસ્તો પીરસ્યો હતો. આ સાથે ધજા સાથે પાલખી યાત્રામાં સહભાગી બન્યા હતા તથા ભજન કીર્તનમાં સહભાગી બનીને દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.