સદાય હસમુખા રહી આગવી કર્મઠતાથી પ્રેરણાદાયી સેવા કરતા ડીસાના નવયુવાન કમલેશભાઈ રસિકલાલ રાચ્છ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ કેટલાક માણસોને આ પૃથ્વી ઉપર ખાસ સેવાના કામો માટે જ મોકલ્યા છે અને તેથી જ કેટલાંક સેવાકાર્યો અવિરત ચાલ્યા જ કરે છે.કેટલાક માણસો સદાય હસમુખા, પરોપકારી, કર્મઠ, નિજાનંદી, પરગજુ અને સદાય સેવાભાવી હોય છે અને એમાંના જ એક છે ડીસાના રઘુવંશી નવયુવાન કમલેશભાઈ રસિકલાલ રાચ્છ (ઠક્કર).લખીરામભાઈ, નારણભાઈ, રઘુરામભાઈ, રસિકભાઈ, ત્રિભોવનભાઈ, શાંતાબેન અને જમનાબેન એમ સાત ભાઈ-બહેનોના રાચ્છ પરિવારમાં રસિકભાઈ રાચ્છ હાલે ડીસા રહે છે. પિતા વસરામભાઈ માધવજીભાઈ રાચ્છ અને માતા પુરીબેનના પરિવારમાં ૧૬-૪-૧૯૪૬ ના રોજ જન્મેલા રસિકભાઈનું મૂળ વતન વાગડ વિસ્તારનું ચાંદરોળી પરંતુ વર્ષોથી હારીજ રહેવાનું બન્યું સને ૧૯૮૭ માં ડીસામાં આવીને વસ્યા.૧૮-૬-૧૯૬૭ ના રોજ શિહોરી નિવાસી મંજીભાઈ ટોકરશીભાઈ જાેબનપુત્રાની દીકરી બબીબેન સાથે લગ્નગ્રંથિથી જાેડાયા બાદ જીવનની એક પ્રગતિમય યાત્રા શરૂ થઈ.રસિકભાઈ રાચ્છના પરિવારમાં પણ ભારતીબેન, મુકેશભાઈ, કમલેશભાઈ, શૈલેષભાઈ અને વિજયભાઈ એમ પાંચ દિકરા દિકરી છે.રસિકભાઈએ ડીસામાં આવ્યા પછી ખાનગી પેઢીમાં સર્વિસ કરી અને પછી ઠક્કર બ્રધર્સ તેમજ મોમાઈ કૃપા નામની પોતાની અંગત પેઢી દ્વારા વ્યવસાય કરી આર્થિક રીતે મજબુત બન્યા.આમ તો ડીસામાં આચાર્ય,મજેઠીયા,કારીયા,રાચ્છ,સચ્ચદે, પૂજારા, રાજદે,પોપટ, મીરાણી, જાેબનપુત્રા, નાથાણી, રતાણી, પંડિતપૌત્રા,ચંદે,હાલાણી, કોટક,કંથેરા,સોનઘેલા, સેજપાલ, સોનેથા,તન્ના એમ કુલ વાગડ લોહાણા સમાજનાં ૯૦ પરિવારો વસવાટ કરે છે; એમાંયે રસિકભાઈ રાચ્છનું આખુંય પરિવાર ખુબ જ ધાર્મિક, ભક્તિભાવ વાળું અને સેવાભાવી છે. એમનાં ધર્મપત્ની શ્રીમતી બબીબેન ખુબ જ સારાં ભજનીક છે અને તેમને ગાતાં સાંભળવાં એ પણ જીવનનો અમૂલ્ય લ્હાવો છે.આજના લેખમાં વાત તો કરવી છે તરવરીયા સેવાભાવી યુવાન કમલેશભાઈ રાચ્છની પરંતુ તેમના પરિવારનો પરિચય મેળવવો પણ એટલો જ જરૂરી છે.મુકેશભાઈ- નીતાબેન, કમલેશભાઈ-જયશ્રીબેન,શૈલેષભાઈ-વર્ષાબેન, વિજયભાઈ-જીગીશાબેન તેમજ ભારતીબેન-અમૃતલાલ એમ પાંચેય ભાઈ-બહેન પરણીને પોતપોતાના જીવનમાં ખુબ જ સારી રીતે સેટ થયેલ છે.ચારેય ભાઈઓના પરિવારમાં પણ એકએક દીકરો અને એકએક દીકરી છે.તા.૯-૧-૧૯૭૪ ના રોજ હારીજ ખાતે જન્મેલા કમલેશભાઈ એક સારા કાર્યકરની સાથે સાથે એક સારા નૃત્યકાર પણ છે. પૂજ્ય જલારામ બાપાના ભજનમાં તેઓ જયારે નાચતા હોય ત્યારે અમારા કનુભાઈ આચાર્ય, જયંતિભાઈ ઓઢાવાળા સહીત સૌ કોઈ એમને નાચતા જાેઈને ખુબ જ રાજી થાય છે. તા.રર-૩-ર૦ર૦ ના રવિવારથી કોરોના વાયરસને લીધે પરીસ્થિતિ ડામાડોળ થઈ અને ડીસામાં તા.ર૪-૩-ર૦ર૦ મંગળવારથી પૂજય જલારામ બાપાના મંદિરે જરૂરીયાતમંદો માટે ભોજન ભંડારો ચાલુ થયો. આ ભોજન ભંડારામાં જીવના જાેખમે પણ કેટલાક યુવાનો સતત સેવા કરવા-કામ કરવા આવતા હતા અને તેમાં પણ કમલેશભાઈ રાચ્છ અને વિજયભાઈ રાચ્છ એમ બે ભાઈઓ નિયમિત આવતા અને સરાહનીય સેવા કરતા હતા. માત્ર ધો.૧૦ સુધી ભણેલા કમલેશભાઈ રાચ્છ એકદમ સરળ વ્યક્તિત્વ ધરાવતા નિઃસ્વાર્થ,નિર્દોષ, નિરાભિમાની,નીડર નવયુવાન છે. એમનું ઘડતર પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જ થયું છે.આર.એસ.એસ.માં ઘટનાયક, પ્રાર્થનાગાયક, મુખ્ય શિક્ષક, શાખા કાર્યવાહક, ગણ શિક્ષક જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂકેલા કમલેશભાઈ ડીસાની કચ્છી કોલોની વિસ્તારની ચંદ્રશેખર આઝાદ શાખા સાથે સંકળાયેલા છે. આર.એસ.એસ.માં પણ એમના માર્ગદર્શક તરીકે શ્રી શૈલેષભાઈ ઠક્કર-વકીલ (હારીજવાળા) તેમજ ડીસાના શ્રી દિલીપભાઈ વારડે રહ્યા છે.આઠ વર્ષ સુધી અંબાજી પગપાળા યાત્રા કરનાર કમલેશભાઈએ વીરપુરની પદયાત્રા અને કચ્છમાં આવેલ છાડવાડા કુળદેવી (માતાજી મંદીર) ની પણ પદયાત્રા કરેલ છે. જલારામ સત્સંગ મંડળ, આઈ માતા મંદિર, આર.એસ.એસ.,ભારત વિકાસ પરિષદ, જલારામ યુવા સંગઠન, બહુચર આનંદ ગરબા મિત્ર મંડળ, કચ્છ વાગડ લોહાણા સમાજ, અખિલ રઘુવંશી લોહાણા સમાજ, જલારામ મંદિર ડીસા, શાસ્ત્રીજી ગૌશાળા એમાં વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા કમલેશભાઈ અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા સમાજની કારોબારી સમિતિના સભ્ય છે.તાજેતરની લોકડાઉનની પરિસ્થિતિમાં જલારામ મંદિર ડીસા ખાતે કચ્છ વાગડ લોહાણા સમાજ ડીસાના સમર્પિત સેવાભાવી સેવકો સર્વ નટુભાઈ જી.આચાર્ય, હસમુખભાઈ પોપટ, મુકેશભાઈ આચાર્ય, કીરીટભાઈ પોપટ, ધીરૂભાઈ આચાર્ય, બીપીનભાઈ પ્રેમજીભાઈ ઠક્કર, તારાચંદભાઈ ડી.મજેઠીયા, દિલીપભાઈ રતાણી, રમણીકભાઈ ડી. મજેઠીયા,કીર્તિભાઈ આચાર્ય જેવા અનેક મહાનુભાવોની સાથે સાથે કમલેશભાઈ રાચ્છ અને વિજયભાઈ રાચ્છની સેવા પણ અતિ નોંધનીય રહી છે. કચ્છ વાગડ લોહાણા યુવક મંડળ ડીસાના મંત્રી, પ્રમુખ તેમજ મહાજનના પણ મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂકેલ કમલેશભાઈ શિવાજીપાર્ક સોસાયટીના પ્રમુખ રહ્યા છે તેમજ સત્યમ- શિવમ-સુંદરમ સોસાયટીમાં પણ મહત્વની જવાબદારી સંભાળે છે.કમલેશભાઈ રાચ્છ ડીસા, થરા, આબુરોડ જલારામ મંદિરોમાં આર્થિક, માનસિક, શારીરીક રીતે ઉપયોગી થયા છે. ડીસાથી બહુચરાજી છેલ્લા નવ વર્ષથી અષાઢ સુદ અગીયારસથી પુનમ સુધી જે સંઘ ચાલતો જાય છે તેમાં તેઓ પણ ચાલતા જાય છે અને રથની મહત્વની જવાબદારી સંભાળે છે. રોજ સવારે પ.૩૦ વાગે જાગી કુતરાંને બિસ્કીટ, કીડીઓને કીડીયારૂં પુરવું, કબુતરોને ચણ, ગાયોને ઘાસ ખવરાવવું એવી જીવદયાની પ્રવૃત્તિઓ કરતા કમલેશભાઈનો એક જ સિધ્ધાંત છે કે કોઈનેય નડવું નહીં. ખુબ જ સમાધાનકારી વલણ ધરાવનાર કમલેશભાઈ કોઈને મતભેદ હોય તો સમજાવીને ભેગા કરવાનું મહત્વનું કામ કરે છે.શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસામાં તેઓ શરૂઆતથી જ નિયમિત આવે છે.કનુભાઈ આચાર્ય, જયંતિભાઈ ઓઢાવાળા, વૈકુંઠભાઈ કારીયા, મહેશભાઈ ઉદેચા, દિનેશભાઈ ચોકસી, શંભુભાઈ ઠક્કર, કલ્પેશભાઈ (લાલાભાઈ), આત્મારામભાઈ ઓઢાવાળા, નટુભાઈ લીંબાચીયા, નવીનભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, દિલીપભાઈ (નવરંગ સાડી), દિલીપભાઈ રતાણી, શીલ્પાબેન ઠક્કર, જીતુભાઈ ઠક્કર જેવા અનેક નિયમિત જલારામ ભકતોની જેમ જ કમલેશભાઈ, વિજયભાઈ, બબીબેન તેમજ તેમના પરિવારજનોની અચુક હાજરી હોય છે. શીરડી,હરિદ્વાર,વીરપુર, ઋષિકેશ,વૈષ્ણવોદેવી, નાસિક,શનીદેવ, વિવિધ જયોર્તિલીંગોની યાત્રા કરનાર કમલેશભાઈને વૈષ્ણોદેવી માતા મંદિર ખુબ જ ગમ્યું છે. તેમની બહેન ભારતીબેનના બેઉ દિકરા પણ ઉચ્ચ સરકારી અધિકારી તરીકે સેવા બજાવે છે.મોમાઈ માતાજી અને જલારામ બાપામાં અસીમ શ્રદ્ધા ધરાવતા કમલેશભાઈ રાચ્છને અભિનંદન આપવા તેમનો મો.નં. ૯૧૦૬૩૮૮પ૬૩પ -૯૧૭૩પપ૬૯૦૮ છે. તેમના વ્યવસાયિક કાર્યમાં અનેકનો સહકાર મળે છે પરંતુ તેઓ શશીકાંતભાઈ દેવનદાસ ઠક્કરની મળેલ હુંફનું વારંવાર સ્મરણ કરે છે.એસ્ટેટ બ્રોકર, બિલ્ડર તરીકેની મહત્વની કામગીરી કરતા કમલેશભાઈ રાચ્છ સદાય હસમુખા છે અને નિરાશા,આળસ કે કંટાળા જેવા શબ્દો તેમની ડીક્ષનરીમાં નથી.ખુબ જ મહેનતુ, જાગૃત, કર્મઠ, સારા સંગઠક અને ડીસાના કચ્છવાગડ લોહાણા સમાજ, અખિલ રઘુવંશી લોહાણા સમાજ તેમજ સમગ્ર માનવ સમાજની સદાય સેવા માટે તત્પર રહેતા કમલેશભાઈ રાચ્છને ખુબ ખુબ અભિનંદન સાથે અઢળક શુભેચ્છાઅ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.