લોઢા ચણા ચાવવાનો આ માર્ગ છે ત્યાગ, વૈરાગ્યના પગથી દોડાય ના, વચમાં ખાઈઓ મમતાની ઉંડી નડે, માયા, અગ્નિ રસ્તે ના બુઝાય જાે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

માર ડાલા દાયણ મોંઘવારીને પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધારો દેશમાં બેકાબુ બની રહ્યો છે.જેની અસર અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પર ઝડપથી થઈ રહી છેત્યારે મનુસ્મૃતિમાં લખેલ બે ત્રણ પંક્તિ યાદ આવે છે. જીવન એક સંગ્રામ છે જીવન એક યજ્ઞ છે, જીવન એક સાગર છે, જખમો વિના સંગ્રામ હોઈ શકે નહીં.જવાળા વિના યજ્ઞ હોઈ શકે નહીં, તોફાન વિના સાગર હોઈ શકે નહીં આ બધાને હસતે મુખે આવકારનાર વ્યક્તિ જ જીવનનો સાચો અર્થ સમજી શકે છે.
માનવ જીવનમાં અનેક મથામણો તો રહેવાની જ છે.ધર્મ એ જીવન જીવવાની કળા છે પરંતુ આજે ધર્મને સંપ્રદાયનો આંચળો ઓઢાડી દીધો છે. એટલે સાચી ડગર પર જીવનજીવતાં આવડતું જ નથી અથવા કોઈ શીખવાડનાર નથી. સાચી સાધુતા શોધવી કયાં ? કોઈની રચના છે જેમાં જ્યાં હૃદયનો ઉભરો નીકળ્યો છે તે પણ માણવા જેવો ચિંતનાત્મક જ છે ને આવા ચાબખા જ કયાંક જરૂરી છે તો જ આ જીંદયી કંઈક જીવતાં શીખાય ને ?
બાવા, બાબા બાપુ, સાધુ કે તક સાધુ
બટ્ટો લગાડયો સાધુ પર બનાવી ધધૂ પપૂ !
સેવક,દાન, કંઠી ધારીને બાંધ્યા સંપ્રદાયના પટ્ટા
વચેટીયા ખાય માલમલીદા સંતોને રીઝવવા
૧૦૦૮ ની લગાડી તકતી બેસે છે મહંત પાટ પર 
સાચી સાધુતા શોધવી કયાં ખેલાતા રાજકારણ
ધર્માંધતાનું લઈ શરણંુ ઉતરે આતંકવાદ પર
ધર્મના ઓઠા હેઠળ આચરે પાપલીલા બેફામ
જનમાનસ બને અંધ રાખી શ્રદ્ધા પીવે ઘુંટડા અમૃતના
કંઠી બાંધે ફરે ફુલાઈ ટોળું ન રહે ભાનમાં
આશ્રમ અખાડા અને મઠોમાં ખેલાય મહાભારત
મઠાધિપતિ ગાદીપતિની, માયાજાળમાં રમતા રામ
સાચી સાધુતા શોધવી કયાં ? ધધુપપું માં કે
નિઃસ્વાર્થ ભાવે મુકસેવક કરતી સંસ્થાઓમાં બહુ સરસ આ રચના ગમી એટલે આજની ચિંતન રત્નકણીકામાં રજુ કરી છે તમને પણ ગમશે. સાધુ, મહંતો, સંતોની ભૂમિકા માનવીને સાચા માર્ગ તરફ વાળવાની હોવી જાેઈએ પરંતુ આજે ધ.ધુ.પ.પૂ.ની પદવી મેળવીને કયાં સદ્દવિચારોની લહેર પ્રસરાવી છે. અહીં તો માનવીને કયાં માનવ જ રહેવા દેવો છે ? અમે ‘ગાદીપતિ’ બન્યા એ જ ઘણું છે ને ? આવી ગાડીને ટકાવવા ‘રાજકારણ’ પડખે હોય એ પણ જરૂરી છે. મજબુત રાજકારણની ઓથ હોય તો જ મોટી તગડી ગાદીના ગાદીપતિ કંઈ એમ થોડા સીધા સાદા રહેવાય, ઠાઠમાઠને ભપકો હોય તો ભકતો પણ એવા જ ભપકેદાર આવે બાકી તો દશ વીસ મુકવા વાળાથી થાય શું ?
ધર્મને જીવન જીવવાની કળા એટલા માટે જ કહી છે કે ત્યાંથી જે સાચી ડગર મળે છે તેનાથી જે જીવન ઘડતર થાય એ ઉમદા જ બને છે. સંસારીને કયાંય હાથ પગ બાંધીને ભક્તિ કરવાનું સુચન કોઈ ધર્મમાં કહ્યું નથી. ભક્તિનો પણ સમય હોય છે પરંતુ મન ભક્તિના સમયે ભટકતંુ રહે તો જીવનની સાચી ડગર રાહ જડતી નથી. ને જ્યાં જાય ત્યાં પણ શાંતિ નથી જ હોતી એ ઉઘરાણાં સંસ્થા જેવી ભૂમિકામાં જ હોય છે. જાણે મોટી પેટી ખોલીને ના બેઠા હોય, સવાર સાંજ આરતી કરે બાકી ત્યાંય કોઈ ફરકતું નથી.
વાચક મિત્રો દિવાળીના તહેવારો આડે હવે બસ ગણ્યા ગાંઠયા દિવસો જ રહ્યા છે નોવેલ કોરોના કોવીડે ઘણાની દિવાળી ધુળઢેફા જેવી કરી હતી ત્યાં આ મોંઘવારી, બેરોજગારીએ જીવન બગાડયું છે. મધ્યમ વર્ગના પરિવારની માઠી દશા છે ના કોઈને કંઈ કહી શકે કે ના સહન કરી શકે.વ્યવહાર તો બધાની સાથે રહીને કરવાના ને ? સરકારમાં પરિવર્તન આવ્યું છે. દિવાળી પછી નવા વર્ષમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની સાથે કેટલાક રાજયોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. છેવટે આ ઉત્સવ લોકશાહીનો કહેવાય પણ હવે કયાં લોકોનો રહ્યો છે ? ચૂંટણી લડવી સહેલી નથી શક્તિ અને લક્ષ્મી બંનેની એક સાથે કૃપાદ્રષ્ટી હોય ને તેમાં લક્ષ્મીજી મજબુત હોય તો જ ચૂંટણી લડી શકાય.
.યશપાલસિંહ ટી.વાઘેલા

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.