પરમતત્વની અનુભૂતિ સાકરમાં રહેલી મીઠાશ જેવી છે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

સાકર જાેઈ શકાય છે, તેમાં રહેલી મીઠાશ જાેઈ શકાતી નથી તેનો મતલબ એ નથી કે સાકરમાં મીઠાશ નથી. એ તો સાકર ચાખીએ ત્યારે અનુભુતિ થાય છે કે સાકરમાં મીઠાશ છે તે રીતે મરચામાં તીખાશ, મીઠું (નમક) માં ખારાશ, કારેલામાં કડવાશ અને મધમાં મીઠાશ છુપાયેલી છે.
દુધમાં ઘી છુપાયેલું છે તેમ તલમાં તેલ છુપાયેલું છે. આ રીતે દુધમાં ઘી છે જ તલમાં તેલ છે એ વિશ્વાસ જેટલો દ્રઢ છે તેટલો જ વિશ્વાસ આ સૃષ્ટીને ચલાવનાર, મારા અને તમારા દેહને ટકાવનાર, પરમ પિતા પરમાત્મા અવિરત પ્રમાણે આપણી સાથે છે. અરે ! એ તો આપણું જ સ્વરૂપ છે, તેવો વિશ્વાસ દ્રઢ કરતાં શીખવું છે. મારા એક મિત્ર સી.એ.થયા તે જમાનામાં સીએ થવા માટે ખુબ જ મહેનત કરવી પડતી. પરીણામ પણ ઘણું જ ઓછું આવતું તેથી તેમનો સીએ થયા પછી મોભો, માન મરતબો વધી ગયો.ઘરમાં સુખ સાહ્યબી આળોટવા લાગી. સમાજમાંથી પસંદગી કરેલી સુંદર સુશીલ પત્ની સાથે લગ્ન થયાં.બાળકો આંગણામાં રમતાં આવા યશસ્વી જીવન વચ્ચે એક વખત તેમની ગાડીને અકસ્માત થયો. તેમનો એક પગ નકામો થઈ ગયો. હું એ મિત્રને મળવા ગયો ત્યારે તેમણે પોતાના હૃદયની હૈયાવરાળ કાઢતાં છેલ્લે એક વાકય કહ્યું ભગવાન કેવો ક્રુર છે. મારૂં સુખ જોઈ ન શકયો. મને પગે તકલીફ આપી. મારી સાથે જ આવું કેમ કર્યું ? તેણે મારી સાથે ના ઈન્સાફી કરી મને દુઃખી કર્યો છે.
મેં તેમને ખુબ જ શાંતિથી સમજાવ્યો, ભાઈ ! જાે તારી સાથે ભણનારા કેટલા વિદ્યાર્થીઓએ એસ.એસ. સી.ની પરીક્ષા આપી હતી ? તો કહે છે મારા વર્ગમાં અમેં ૪ર વિદ્યાર્થીઓ હતા. તેમાંથી સીએ કેટલા થયા ? તો કહે છે હું એક જ પછી મેં કહ્યું એ બાકીના ૪૧ માંથી આવો વૈભવી બંગલો, ગાડી અને એશોઆરામની જીંદગી કેટલા જીવે છે ? તો કહે છે બે ત્રણ જણ જ હશે.મેં કહ્યું ભલા માણસ !
આવું સુંદર જીવન તને આપ્યું ત્યારે તે ભગવાનને થેંકસ કહ્યું હતું ? કે હે ભગવાન તેં મારા વર્ગના ૪ર વિદ્યાર્થીઓમાંથી મને એકને જ કેમ આટલો વૈભવમાનપાન આપ્યાં ? તો તેઓ શરમાઈ ગયા.
વાત એમ છે કે ભગવાન જ્યારે સુખ સાહ્યબી, વૈભવ આપે તો તેમનો આભાર માનવો અને કદાચ તકલીફ આપે તો પણ ‘મારૂં જીવન ઘડતર સારી રીતે થશે’ તેમ સમજીને અપ્રમાદ માનતાં શીખવાનું છે.જે છે તેમાં જ આનંદ મેળવીશું તો જ સુખી થવાશે. ભગવાન શ્રીરામનો આવતીકાલે રાજયાભિષેક થવાનો હતો અને આપણે જાણીએ છીએ કે એ જ દિવસે તેમને વનવાસ જવાનું થયું ત્યારે તેમણે કોઈ ફરીયાદ કર્યા વગર સ્વીકાર્યું અને ત્યાં વસતા ઋષિ મુનીઓનો સત્સંગ મળશે.
આ રીતે કોઈપણ પરીસ્થિતિને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારીશું તો આંતરિક આનંદમાં ખલેલ પહોંચશે નહીં, સાકરમાં રહેલી મીઠાશનો જ અનુભવ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.