ના કર, ના કર બાવરી, ના કર વાદ વિવાદ ! ખેંચ ખાલ ન વાળની, ચાખ ધર્મનો સ્વાદ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

નોવેલ કોરાના કોવિડ-૧૯ વાયરસ મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભેળસેળ, બેકારી સામે ભારતની સશકત પ્રજા હિંમતભેર લડી રહી છે ત્યાં પડોશી દેશ ચીન ડોળા કાઢવા માંડયું ને આપણા વીસ જાંબાઝ જવાનો શહીદ યુદ્ધ વગર થયા.પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારા બહુ ઝડપથી થઈ રહ્યો છે. દેશમાં આમ પ્રજાની હાલત ઘણી જ ખરાબ થઈ રહી છેઆ બધા વચ્ચે રાજયસભાની ચૂંટણી યોજાઈ ગઈ ને પ્રજાએ તેમાં ઘણું બધું જાયું, જાણ્યું ને કોરોનાનો ભય પણ વધ્યો જે વિશે કંઈ વધુ લખવું નથી પણ ચિંતન-મનન કરવું છે કે ખરેખર ગત રવિવારે સૂર્યગ્રહણ અનેક ભયતારી આગાહી ભવિષ્ય વાણીની વચ્ચે થયું છે.તો મોરારી બાપુની દ્વારકામાં આહીર સમાજની માફી માંગવા જવું ને તેમના પર ત્યાંના પુર્વ ધારાસભ્ય પબુભા માણેકનું અસભ્ય વર્તન, હુમલાના બનાવે પણ ચર્ચા જગાવી છે.શાસક પક્ષમાં હોવાથી બવ હોબાળો થયો નથી પણ છેવટે એક ઉમદા હિંદુત્વના આત્મા ભગવાન શ્રીરામચંદ્રની કથા થકી પ્રચાર પ્રસારને સારા જાણ્યા, વિચાર્યા વગર અણ આવડતથી કે બીજા કોઈ ભાવથી કરવો એ યોગ્ય નથી. આહીર સમાજે પણ કરોડની વસ્તી ધરાવતા દેશમાં કોરોનાના કહેર છે તો બીજી બાજુ ટીવી, ચીજવસ્તુઓનો બહિષ્કાર કરીને આપણે રાષ્ટ્રભક્ત બતાવવાનો સમય પાકી ગયો છે.પાકિસ્તાન આજ દિવસ સુધી વિકૃત ચેડાં કરી તેની નાપાક હરકત કરતું રહ્યું ને હવે ચીન અને બીજી બાજુ હિંદુ રાષ્ટ્ર નેપાળ પણે તેની જમીન લાલસા પ્રગટ કરી ચુકયું છે.એટલે હવે આપણા દેશના શાસકો અને સૈનિકોએ જાગૃત રહેવું પડશે. જા ચીન પછી નેપાળ કંઈ અવળચંડાઈ રે તો તેને બોધપાઠ શીખવવો જ પડશે. આવી બધી વિચારધારા આપણે પ્રગટ કરીએ.એવામાં જ ચીન ભારતના સૈનિકોના સંઘર્ષમાં આપણા ર૦ સૈનિકો શહીદ થયા જેનો આક્રોશ રાજકીય પક્ષો અને જનતામાં છે.સંઘ,આરએસએસ પણ આવેદનપત્રોને બીજી રીતે ઠાલવી રહ્યું છે. દેશમાં એકતા જાવા મળે છે હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા પણ સાથે મળીને જે કંઈ રીએ એ જ દેશભક્તનો આજે એ સમય છે.
આવા સમયે કોઈ જ બીજી વાત ન હોવી જાઈએ. દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, સટ્ટાખોરી, સંગ્રાહખોરીને ઈંધણ પુરૂં પાડતા તત્વોને ભગવાન સદ્‌બુધ્ધ આપે કે આવા કપરા સમયમાં સ્વાર્થ છોડીને રાષ્ટ્રભક્ત પ્રજા વાત્સલ્યની ભાવના પ્રગટ કરીએ. પેટ્રોલ-ડીઝલ કે જેનો આધાર કુડ બજાર પર છે એ આજે તળીયે હોવા છતાં બેફામ ભાવ વધ્યે જાય છે. દેશના લોકસેવકો નહીં પણ ગણતરીમાં જ સચિવો કંઈક શાસક પક્ષનું સારૂં દેખાય ને પ્રજાને થોડી ઘણી મોંઘવારીમાં રાહત મળે તેવા પ્રયત્નો કરે જ તેમના હાથમાં જ છે. બાકી આપણા બહુ ઓછું ભણેલા નેતાઓ, લોકસેવકોને આટલી ઉંડી સમજ પડતી નથી ને એ તો બિચારા દર ચૂંટણીએ પ્રજાને મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી મુકત શાસન આપવાની જ વાત કરે છે. કોઈ આપણો લોકસેવક પ્રજાના વિરોધની વાત સ્વીકારવા તૈયાર જ નથી. થોડું કે મોટું પ્રજાએ દબાણ જમીનનું કે અન્ય કર્યું હોય તો બહુ માથું માર્યા વગર અધિકારી-કર્મચારીઓને તેમાં નહીં પડી આગળ વધવાનો ઈશારો કરી દે આ સારી બાબત છે. કોઈને નુકશાન કરવાનું શું ? છેવટે દેશ પ્રજા થકી જ છે એટલે જ આપણે કહીએ છીએ કે આજે પ્રજામાં બહુ રાષ્ટ્રભક્ત ઉછળી રહી છે તો તેમની આ લાગણીમાં આપણે પણ એકાદ બે મોટા અધિકારીને કહીએ કે બીજું જે કહેવું હોય તે કરો પણ પ્રજા પર મોંઘવારીનો માર ન મારો. શિક્ષિત બેરોજગાર યુવા વર્ગને ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરીને કામ કરતો કરો એ જ યુવાધનની મહેનતથી દેશ આગળ આવશે. અત્યારે શિક્ષણ કોરોનાના કહેર વચ્ચે લુપ્ત થઈ રહ્યું છે. સોશીયલ કોમેન્ટમાં હવે ઘડીયામાં પણ પિસ્તાલીસની પછી છાસઠ આવે છે. કયાંક નેટવર્કની ખામીઓ બહુ છે એટલે આપણે દેશભક્તની સાથે થોડી લોકસેવકો પ્રજાભક્તનું પણ વિચારે તેવા ચિંતન મનન સાથે અહીં આજની વાત પુરી કરીએ. આવતી લેખમાળાના મણકામાં કંઈક જુદું ચિંતન કરીશું ને છેવટે પ્રજાલક્ષી જ વાત હશે. માટે કોઈ બીજા ખોખા ખોળા કરવા જ નથી ને તમને પણ કયાં ગમે છે ખરૂં ને ? અસ્તુ જયોતિષાચાર્યો, ગ્રહોની બધી આગાહીઓ ખોટી પડે તેવી આશા સહ અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.